છોટા ઉદેપુર પોલીસ દ્વારા આંતરરાજય વાહનચોરીના ગુનાનો પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી ભેદ શોધી કાઢવામાં આવ્યો
ચોરાયેલ ફોરવ્હીલ ગાડી રીકવર કરી આરોપી ઝડપાયો
છોટા ઉદેપુર
છોટા ઉદેપુર જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વાહન ચોરી તેમજ મિલકત સંબધી ગુના પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા છોટા ઉદેપુર તાલુકાના રંગપુર પો.સ્ટે.ને સૂચના આપી હોય તે અંગે પીઆઈ એમ એફ ડામોર સ્ટાફના માણસો સાથે રંગપુર પોસ્ટે વિસ્તારમાં ફેરકુવા ચેક પો.સ્ટ ખાતે વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન મધ્યપ્રદેશના અલીરાજપુર તરફથી એક VW કંપનીની પોલો ફોર વ્હીલ ગાડીના વાહન ચાલક ફોરવ્હીલ ગાડીને લઇ આવતા તેઓને હાથ વડે રોકવાનો ઇસારો કરતા સદર ફોરવ્હીલ ગાડીના ચાલક પુરઝડપે હંકારી ચલાવી ભાગવા લાગેલ જેથી પોલીસ સ્ટાફના માણસોને શંકા જતાં સદરી ફોરવ્હીલ ગાડીને પીછો કરી કોર્ડન કરી પોલીસ સ્ટેશન તરફના રોડ ઉપર જતાં ફોરવ્હીલ ગાડી પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી સદરી વાહન ચાલકનું નામઠામ પુછતાં તેણે પોતાનું નામ દિનેશભાઇ અમરસીંગભાઇ જાતે.ડાવર ઉ.વ.૨૦ રહે.હાંસલબડ પો.નરવાડી તા.કુક્ષી જી.ધાર (એમ.પી) હોવાનું જણાવ્યું હતું
સદર પકડાયેલ ઇસમ પાસે ગાડીની માલિકી અંગેના આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે કોઇ આધાર પુરાવો ન હોય અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય અને ગાડીનો કોઇ આધાર પુરાવો રજુ કરેલ નહી જેથી VW કંપનીની પોલો ફોર વ્હીલ ગાડી ની કિ. રૂ.૨ લાખ ગણી તેને સદર ફોરવ્હીલ ગાડીના એન્જીન તથા ચેસીસ નંબર ઉપરથી પોકેટકોપ મોબાઇલથી વાહન સર્ચ કરતા સદર ફોરવ્હીલ ગાડીનો સાચો રજી નંબર મળી જતાં જેના માલિક તરીકે અંકુર હેમંત જૈન હોવાનું જણાયુ હતુ જેથી આ ગાડી ચોરી કે કોઇ છળકપટની મેળવેલ હોવાનો પાકો શક કે વહેમ પડતા સદર ગાડી માલીક હેમંત જૈન નો કોન્ટેકટ કરતાં ગાડી પ્રતાપનગર (ઉદયપુર-રાજસ્થાન) થી ચોરાયેલ હોય જે કબ્જે કરી પકડાયેલ ઇસમ વિરુદ્ધ બી.એન.એસ.એસ. કલમ 35(૧) (ઇ) કાર્યવાહી કરી પ્રતાપનગર (ઉદયપુર-રાજસ્થાન) પોલીસ સ્ટેશનના ગુનાના કામે સોપવા તજવીજ કરી હતી.