* છોટા ઉદેપુર માં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ની તારીખ જાણવા માટે કાગડોળે જોવાતી રાહ *
પ્રજાની સેવા કરવી કે થોડો સમય શાંતિ રાખવી, એવી મુરતિયાઓ માં અવઢવ
છોટા ઉદેપુર નગર પાલિકા ની પાંચ વર્ષ ની મુદ્દત ગત ફેબ્રઆરી માસમાં પૂરી થઈ ગઈ છે અને હાલ વહીવટદાર નું શાસન છે. હવે ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે પરતું જાહેરનામું બહાર પડતુ નથી જ્યારે કોર્પોરેટર બનવાની લાલસામાં પ્રજાની સેવા કરવા મુરતિયાઓ ની હોડ જામી છે પરતું પ્રજાની કામગીરી કે સેવા ચૂંટણી જાહેર થયા પછી કરવી કે હમણાં? જે બાબતે અવઢવ ચાલી રહી છે. અને ચૂંટણી ની તારીખ ની રાહ જોઈ જોઈ મુરતિયાઓ થાકી ગયા છે.
ગાંધીનગરના રાજકારણ કરતા પણ છોટા ઉદેપુર નગર પાલિકા નું રાજકારણ ઘણું ફેમસ હોય તેમ કહેવાય છે વ્હાલા દવલાની નીતિ અને એકબીજાના ટાંટિયા ખેચી ઉપર આવવુ એવી રજરમતો છોટા ઉદેપુર માં સામાન્ય છે. નગર પાલિકા ના આવેલા સાત વોર્ડ માં દરેક વોર્ડ પૈકી ચાર સભ્યો ની ચૂંટણી એમ કુલ ૨૮ સભ્યોનું બોર્ડ બને છે. પરતું આ ૨૮ સભ્યો હાલ સત્તા વિહોણાં થઈ ગયા છે. અગાઉ ના બોર્ડમાં કચરા કૌભાંડ બાબતે નો કેસનો હજુ કોઈ નિર્ણય આવ્યો નથી જેમાં પાલિકાના મોટા ભાગના સભ્યો નો હાથ ફસાયેલો છે સાથે સાથે પ્રજાના કામ કરે તો લોકો વોટ આપશે તેવી અપેક્ષામાં ડીઝલ અને પેટ્રોલ તથા અન્ય ખર્ચ સેવા કરવા માટે હવે પોસાતો નથી. પાંચ વર્ષ દરમ્યાન પ્રજા ની કરેલી સેવા યાદ કરાવવા માટે દોડધામ વધી ગઈ છે.
( છોટા ઉદેપુર નગર ના અનેક વિસ્તારોમાં સત્તાના સંગ્રામ માં જોડાવવા માંગતા મુરતિયાઓ કોઈપણ મતદારની બર્થ ડે ઉજવવા ૫૦૦ ગ્રામ ની કેક લઈને પહોંચી જાય છે અને ૨૦૦ માણસનું ટોળું ભેગુ થાય છે જેની વર્ષગાંઠ હોય તે લાગણીના પ્રવાહમાં વહી જાય છે પરતું ૨૦૦ ના ટોળામાં ૫૦૦ ગ્રામ કેક કોના ભાગે આવે? કોણ ખાય અને કોણ રહી જાય? તે વિષય મતદારોમાં હાસ્યાસ્પદ બન્યો છે. લાગણીના પ્રવાહમાં મતદારોને રીઝવવા નો પ્રયાસ કરતા સત્તાવાંચ્છુ ઓ બર્થડે તો ઉજવે છે પરતું ગયા ચાર વર્ષથી કોઈ મતદાર ની બર્થડે નતી આવી? કે આ જ વર્ષે આવી? એવા અનેક પ્રશ્નો પ્રજામાં ઘર કરી રહ્યા છે. )