*છોટા ઉદેપુર નગર પાલિકા ખાતે ઇકેવાયસી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું*
છોટા ઉદેપુર નગર પાલિકા ખાતે આધાર કાર્ડ માટે કેવાયસી ફરજિયાત હોય તેમજ નવા નિયમો મુજબ રાશન કાર્ડ ની કેવાયસી આવશ્યક છે તેમજ પ્રધાનમંત્રી આરોગ્ય યોજના માટે ઈકેવાયસી કરાવવા માટે કેમ્પ નું આયોજન નગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છેકે છોટા ઉદેપુર નગર પાલિકા ખાતે આજરોજ નગર પાલિકા વિસ્તારના સાત વોર્ડ ના નગરજનો ના આધાર કાર્ડ, રાશન કાર્ડ તેમજ પ્રધાનમંત્રી આરોગ્ય યોજના માટે ઇકેવાયસી કરાવવા એક કેમ્પ નું આયોજન નગર પાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. નગર પાલિકા દ્વારા તમામ નગરજનોની ઈ કેવાયસી ઝડપી કરવા માટે ડોર ટુ ડોર કેમ્પેઇન હાથ ધરવામાં આવશે તેમ નગર પાલિકા ચીફ ઓફિસર ભાવિન બરજોડે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છેકે નગર પાલિકા ચૂંટણી ની બેઠકો માટે જાહેરનામુ પ્રસિધ્ધ થતાં ચૂંટણી ઇચ્છુક મુરતિયાઓ ઇ કેવાયસી કરાવડાવવા પ્રજાની મદદ કરતા જોવા મળી રહ્યા હતા.