છોટા ઉદેપુર તાલુકામાં પ્રજા માટે બનાવેલી સચિવાલયો ને ધોળા દિવસે તાળા.
પ્રજા પોતાના કામ માટે કોને મળે? તે યક્ષ પ્રશ્ન.
છોટાઉદેપુર તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતોની કચેરીઓ જેમાં ગ્રામીણ જનોને પોતાના સરકારી કામકાજ અર્થે કચેરીની મુલાકાત લેવાની થતી હોય છે પરતું ઘણી કચેરીઓ ઉપર ધોળા દિવસે તાળા જોવા મળતા હોય ક્યાં સુધી વ્યાજબી? પ્રજા કોના ભરોશે રહે અને કોની પાસે કામ કરાવે તેવી અનેક સમસ્યાઓ સામે આવતી હોય છે. આજરોજ તા 11/12/24 ના બપોરે 1.10 કલાકે ઘેલવાંટ જૂથ ગ્રામ પંચાયત ની કચેરી ઉપર તાળા લટકતા જોવા મળ્યા હતા. ખરેખર પ્રજા પોતાના જરૂરી કામ અંગે સરપંચ અને તલાટી ના માર્ગ દર્શન અને મદદ મેળવી પોતાનું કામ કરતી હોય છે. પરતું ખંભાતી તાળાં લટકતા હોય કે કોઈ જવાબદાર વ્યક્તિ પણ ત્યાં નાં હોય તો કોની મદદ માંગવી એ ગ્રામીણ પ્રજા માટે ભારે મુઝવણ ભર્યો સવાલ ઊભો થયો છે.
છોટા ઉદેપુર તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં સરપંચો ની મુદ્દત પૂર્ણ થતાં હાલ ઘણી ગ્રામ પંચાયત માં વહીવટદાર નુ શાસન ચાલી રહ્યું છે. જેમાં સમગ્ર આદિવાસી ભોળી પ્રજાના લાભ નો મદાર હાલ વહીવટદાર અને તલાટી ના શિરે છે. પરતું ઘેલવાટ તથા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોની ગ્રામ પંચાયત કચેરીઓને ઘણીવાર તાળા લટકતા જોવા મળે છે. જ્યારે ગામ લોકો જણાવતા હોય છે કે કચેરી ઘણી વખત ખોલવામાં આવતી નથી જવાબદાર અધિકારી અને કર્મચારી તાળું મારી ને ક્યાં જતા હશે તે પણ એક મુદ્દો વિચારવા જેવો છે. નિયમો પ્રમાણે ઓફિસ સમય દરમ્યાન કચેરી ખુલ્લી રાખવાની હોય, કામ અંગેનું બહાનું એ વ્યાજબી કારણ છે પરતું અધિકારી નો સંપર્ક કરવા બાબતે કોઈક જવાબદાર વ્યક્તિ કચેરીએ હોવું જોઈએ જેથી તલાટી કયા કામે ગયા છે અને ક્યારે આવશે. તેની પ્રજાને જાણકારી મળી શકે. તેવી પ્રજાની માંગ ઉઠી છે.
નગર માંથી ગ્રામ પંચાયત નો વહીવટ થતો હોવાની ચર્ચા
છોટાઉદેપુર તાલુકામાં ગ્રામ પંચાયતની ઘણી કચેરીઓમાં કચેરીઓના સમયે તાળા જોવા મળે છે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ઓફિસો ખુલતી ન હોય અને શહેરમાં ઘણા તલાટી રહેતા હોય અને શહેર માંથી જ ગ્રામ પંચાયત નો વહીવટ થતો હોય છે. તેવી ચર્ચાઓ ગ્રામીણ વિસ્તારની પ્રજા કરી રહી છે. આ અંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ એ સી ઓફિસમાં બેઠા બેઠા તપાસ કરે એ જરૂરી છે.
( રિપોર્ટર – અબુલ આસ ગોહિલ છોટા ઉદેપુર)