છોટા ઉદેપુર
*છોટા ઉદેપુર બ્રાહ્મણ વાડી ખાતે પૂર્વ લોકસભા સાંસદ રંજનબેન ભટ્ટ ની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું*
પૂર્વ લોકસભા સાંસદ રામસિંહ રાઠવા, છોટા ઉદેપુર જિલ્લા સંગઠન પ્રભારી મંત્રી રમેશભાઈ ઉકાણી, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં

છોટા ઉદેપુર બ્રાહ્મણ વાડી ખાતે પૂર્વ લોકસભા સાંસદ રંજનબેન ભટ્ટ ની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
છોટા ઉદેપુર નગર પાલિકા ની સામાન્ય ચૂંટણી તા.16 ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે. છોટા ઉદેપુર નગર પાલિકા કબ્જે કરવા તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટા ઉદેપુર ના નવાપુરા ખાતે આવેલ બ્રાહ્મણ સમાજની વાડીમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ લોકસભા સાંસદ રામસિંહ રાઠવા, છોટા ઉદેપુર જિલ્લા સંગઠન પ્રભારી મંત્રી રમેશભાઈ ઉકાણી, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ, મહિલા મોરચાની બહેનો તેમજ નગરના વેપારીઓ, વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.