*છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની હાફેશ્વર ખાતે વિઝિટ. *
રેવા કોરિડોર ના જેટી પોઇન્ટ તથા મહા આરતી માટે ઘાટ બનાવવાનું સ્થળ નિરીક્ષણ

છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની હાફેશ્વર ખાતે વિઝિટ.
ગુજરાત અને મધ્ય પ્રદેશ ને જોડતું હાફેશ્વર ધાર્મિક તીર્થ સ્થળ છે. જ્યાં ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ની સીમાઓ જોડે જોડે આવેલી છે. જ્યારે આ સ્થાને થી રાજ્યના છોટા ઉદેપુર સહિત દાહોદ સુધી પ્રજાને નર્મદાનું પાણી મળી રહે છે. આ વિશેષ સ્થળની નવ નિયુક્ત કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. અને લગતા વળગતા અધિકારીઓ ને સૂચનો પણ આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે મધ્ય પ્રદેશ ના અમર કંટકમાંથી ઉદભવતી અને સમગ્ર વિશ્વ માટે લોકમાતા ગણાતી નર્મદા નદી મધ્ય પ્રદેશ થી ગુજરાતના હાફેશ્વર થઈ ગુજરાતમાં પ્રવેશ કરે છે. જે જગ્યા એ અતિ પૌરાણિક શિવાલય આવેલું છે. જે પાંડવો વખતથી અતિ પ્રખ્યાત છે તથા રાજ્ય તેમજ પાડોશી રાજ્યની પ્રજા માં ભારે આસ્થાનું કેન્દ્ર છે. પર્વતમાળાઓ વચ્ચે આવેલા આ રમણીય સ્થળનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા આ સ્થળને હેરિટેજ બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. જે પવિત્ર સ્થળની કલેકટરે બોટ દ્વારા મુલાકાત લીધી હતી. અને રેવા કોરિડોર ના જેટી પોઇન્ટ તથા મહા આરતી માટે ઘાટ બનાવવાનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. સદર સ્થળ સુધી પહોંચવા માટે રસ્તા અતિ ખરાબ થઈ ગયા હોય જે નવા બનાવવા માટે પણ કલેક્ટર દ્વારા પ્રયત્ન કરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે.