*છોટા ઉદેપુર નગર પાલિકા ની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા માં ચારભુજા સેવા ટ્રસ્ટ દ્વારા પોલીસ જવાનો માટે પાણી ની વ્યવસ્થા કરાઈ *
પોલીસ પણ ૨૪ કલાક પોતાની ફરજ ઉપર અચૂક હાજર રહે છે. અને કાયદાનું રક્ષણ કરે છે. જવાનોને ચૂંટણી દરમ્યાન પાણીની વ્યવસ્થા કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

છોટા ઉદેપુર નગર પાલિકા ની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા માં ચારભુજા સેવા ટ્રસ્ટ દ્વારા પોલીસ જવાનો માટે પાણી ની વ્યવસ્થા કરાઈ
પોલીસ પણ ૨૪ કલાક પોતાની ફરજ ઉપર અચૂક હાજર રહે છે. અને કાયદાનું રક્ષણ કરે છે. જવાનોને ચૂંટણી દરમ્યાન પાણીની વ્યવસ્થા કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
છોટા ઉદેપુર નગર પાલિકા ની સામાન્ય ચૂંટણી માં મતદાન પ્રક્રિયા માં ખડેપગે સેવા બજાવનાર પોલીસ પરિવાર ના જવાનો માટે ચારભુજા સેવા ટ્રસ્ટ દ્વારા દરેક મતદાન મથક ઉપર પીવાના પાણી બોટલો પહોંચાડમાં આવી હતી. મતદાન મથકો ઉપર સવાર થી મોડી સાંજ સુધી ખડેપગે સેવા આપનાર પોલીસ મિત્રો મતદાન મથક છોડી પાણી પીવા પણ અન્યત્ર જઈ શકતા નથી અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી પોતાનું સ્થળ છોડી ન શકતા હોવાથી નગરમાં આવેલ ચારભુજા સેવા ટ્રસ્ટ ના અગ્રણીઓ એ પોલીસ મિત્રો માટે દરેક મતદાન મથક ઉપર જઈ પોલીસ મિત્રોને પીવાના પાણી ની વ્યવસ્થા પહોંચાડી હતી. ચારભુજા સેવા ટ્રસ્ટ ના પ્રમુખ અશોક અજમેરા (સાવરુ) એ જાતે બાઈક ઉપર જઈ છોટા ઉદેપુર નગરમાં આવેલ તમામ ૨૮ મતદાન કેન્દ્રો ઉપર પહોંચી પોલીસ મિત્રો ને પીવાનું પાણી પહોંચાડી. લોકશાહી ના પર્વ એવા મતદાન પર્વ માં સેવા બજાવનાર પોલીસ મિત્રો, હોમગાર્ડ્સ, જીઆરડી તેમજ એસઆરપી જવાનો ને સમયાંતરે પીવાના પાણી ની બોટલો પહોંચાડી અનોખી સેવા પૂરી પાડી હતી. પોલીસ મિત્રો એ પણ ટ્રસ્ટની આ સેવાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.