કોંગ્રેસના આગેવાનો નું વિવિધ પ્રશ્નોના મુદ્દે જિલ્લા કલેકટર ને આવેદન.
કોંગ્રેસના આગેવાનો નું વિવિધ પ્રશ્નોના મુદ્દે જિલ્લા કલેકટર ને આવેદન.
નેશનલ હાઇવે નં 56 ના તૂટી ગયેલા પુલ ઉપર તાત્કાલિક ડાય વર્ઝન બનાવી વાહન વ્યવહાર ચાલુ કરવા અને જિલ્લાના તમામ પુલોની હાલત અંગે તપાસ કરી તાત્કાલિક મરામત કરવાની માંગ કરી. આપેલ આવેદનમાં ૨૫૦૦ વ્યક્તિઓ ના હસ્તાક્ષર જોડવામાં આવ્યા
છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા છોટા ઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે પાવીજેતપુર ભારજ નદી ઉપરનો પુલ તુટી જતાં પ્રજાને પડતી મુશ્કેલી બાબતે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસના અગ્રણી જગાભાઈ રાઠવા સહિત જિલ્લા તાલુકાના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે પંથકની નદીઓમાં આડેધડ રેતી ખનન ના કારણે જિલ્લાના તમામ પુલો તૂટી રહ્યા છે જેથી રેતી ખનન બંધ કરવા ની માંગ કરી હતી અને જિલ્લાના તમામ પુલો ની હાલતની તપાસ કરી તાત્કાલિક મરામત કરાવવા સાથે હાલ રંગલી ચોકડી વાળો રોડ બોડેલી થી પાવી જેતપુર સુધી તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી માંગ કરી હતી. હાલ કોંગ્રસ પક્ષ દ્વારા પંથકના ગરીબ આદિવાસી ગ્રામજનો ને સરકારની વિકાસ ગ્રાન્ટ માં થતાં ભ્રષ્ટ્રાચાર , વહીવટી નિષ્કાળજી ઓ બાબતે જિલ્લામાં સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આજરોજ આ તમામ વિવિધ મુદ્દાઓ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ઉદ્દેશી ને જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપી પ્રજાલક્ષી પ્રશ્નો સત્વરે ઉકેલવા માંગ કરી હતી.