છોટા ઉદેપુર
છોટા ઉદેપુર વન વિભાગ ના વનપાલ અને વન રક્ષક ને સઘન પેટ્રોલિંગ માટે 18 જેટલી બાઈક નું જિલ્લા કલેકટર ના હસ્તે લોકાર્પણ કરાયું
છોટા ઉદેપુર પંથકના જંગલોમાં રાત્રીના સમયે વૃક્ષો કાપી જવાના વધી રહેલા બનાવો ને પગલે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા આ વનોમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન થાય તે માટે વનપાલ અને વન રક્ષકો માટે 18 બાઈક નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજરોજ છોટા ઉદેપુર ફતેપુરા નર્સરી ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા વન વિભાગના સ્ટાફ વનપાલ અને વન રક્ષક ને સઘન પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ માટે 18 બાઈક ને લીલી ઝંડી આપી ને પ્રસ્થાન કરવામા આવ્યું હતું. સદર કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર વી. એમ.દેસાઈ અને મદદનિશ વન સંરક્ષક તેમજ rfo તમામ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા..