*ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા સહિત આગેવાનોએ નગરમાં માં અંબાની આરતી નો લહાવો લીધો, સમગ્ર વાતાવરણ ધાર્મિક બન્યુ *
છોટા ઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ ઉપર નવરાત્રી મહોત્સવમાં ભવ્ય મહાઆરતી નું આયોજન
છોટા ઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ ઉપર નવરાત્રી મહોત્સવમાં ભવ્ય મહાઆરતી નું આયોજન
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા સહિત આગેવાનોએ નગરમાં માં અંબાની આરતી નો લહાવો લીધો, સમગ્ર વાતાવરણ ધાર્મિક બન્યુ
છોાઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ ઉપર છેલ્લા ૬૦ વર્ષ થી નિરંતર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના પાવન પર્વ નિમિતે આજરોજ મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટા ઉદેપુર ના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ભાજપ ના આગેવાન ઉમેશભાઈ શાહ, પાવીજેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, નગર પાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ, તાલુકા ભાજપ ના અગ્રણી સંગ્રામસિંહ જે રાઠવા, પૂર્વ કોર્પોરેટર વંદન પંડ્યા, વિમલ દરજી, વકીલ અગ્રણી લલિતભાઈ, સંદેશ ના પત્રકાર વિવેક રાવલ , રાધેશ્યામભાઈ સોની સહિત નગર ના આગેવાનો એ ઉપસ્થિત રહી માં જગદંબાની ભવ્ય આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. નવરાત્રી પર્વ ના માહોલ માં દિવસે ને દિવસે રંગ જામતો જાય છે. નાના બાળકો થી માંડી સર્વે આનંદિત જણાઈ રહ્યા છે. વરસાદના વિઘ્ન વચ્ચે ગરબે ઘુમવા યુવાધન હિલોળે ચડ્યું હતું.
એજ રીતે છોટા ઉદેપુર નગર ના નિર્મળ સોસાયટી પીપળેશ્વર મહાદેવ ગ્રૂપ ખાતે કરવામાં આવેલા ગરબાના આયોજન માં પણ ભક્તોએ માં અંબાની ભવ્ય આરતીનો લ્હાવો લીધો હતો. જેમાં પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ભાજપ ના આગેવાન ઉમેશભાઈ શાહ, પાવીજેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, તાલુકા ભાજપ ના અગ્રણી સંગ્રામસિંહ, આર એફ ઓ નિરંજનભાઈ રાઠવા, રમેશભાઈ ખત્રી અને કિરીટભાઈ શાહ એ માં જગદંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. જ્યારે માં જગદંબાના નવ દિવસ ના આ ધાર્મિક પર્વમાં ગરબાની રમઝટ સાથે ભક્તિ ભાવ નો પણ સમન્વય જોવા મળી રહ્યો છે. જેથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યુ છે.