છોટાઉદેપુર જિલ્લામાં દેવદિવાળી એ આદિવાસી દેવસ્થાનો પર આસ્થાભેર પૂજન કરવામાં આવશે
ગુજરાત રાજ્ય ના છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશ નાં ગુજરાત સરહદી વિસ્તારોમાં ખાસ કરીને દેવદિવાળી નો તહેવાર ઉજવવામાં આવે છે, જિલ્લાના 6 તાલુકાઓમાં 90 % સમાયેલો આદિવાસી સમાજ દેવદિવાળી ની ઉત્સાહ ભેર ઉજવણી કરતા હોય છે. આદિવાસી ઓ હંમેશા પ્રક્રુતિ ની પૂજા કરવામાં માને છે, પ્રક્રુતિ એ જ પરમેશ્વર છે, પ્રક્રુતિ હી જીવન એમ માની ને જેના વગર ખરેખર જીવન શક્ય જ નથી એવા ધરતીમાતા, આકાશ,પવન, અગ્નિ, પાણી આમ પાંચ તત્વો થકી જીવન અને સમગ્ર જીવ સૃષ્ટિ ટકી રહે છે જે સત્યને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોનારો સમાજ એટલે આદિવાસી સમાજ. અહીં ના આદિવાસી ઓ દિવાળી નો તહેવાર ખાસ કરીને ત્રણ દિવસ સુધી ઉજવતા હોય છે. જે અંગે સમગ્ર જિલ્લામાં પૂજન કરવામાં આવશે
જેમાં ધાનતેરસ થી શરૂ થઈ ને વાહી તહેવાર સુધી ચાલે છે, ધાનતેરસ એટલે કે ચાલુ વર્ષે પકવવા માં આવેલ ધાન્ય કે જેના સહારે આખા વર્ષ દરમ્યાન કરવામાં આવેલ ખેતીવાડી ના ખેડાણ, વાવણી, થી લઈને પકવવા માં આવેલ ફસલ ને પોઇંત જોડીને મસળવા થી લઈને બળદગાડામાં ખેતરમાં થી ઘરે સુધી અનાજ પકવવા અને લાવવા સુધી નુ કામ કરનાર બળદ ને ગેરુ થી શિંગડા રંગી ને આખા શરીર પર ગેરુ થી હાથનાં થપ્પા મારી ને બળદ ને ડોકે ઘંટડીઓ- ઘૂઘરા બાંધીને શણગારવામાં આવે છે. તેમજ ઘર ની બહાર ની દિવાલે એક છાણ અને માટીના કાદવમાં થી ભિડીયુ બનાવવામાં આવે છે જેના પર ગલગોટા ના ફુલ અને લાલ ચણેકડી ના બીજ ની હારમાળા સર્જી ને સુશોભિત કરવામાં આવે છે. તેના પર દિવાળી નો તહેવાર પુર્ણ થાય ત્યાં સુધી માટીના કોઢીયા માં દિવો પ્રગટાવવામાં આવે છે, ત્યારબાદ ચૌદસના દિવસે ચાલુ વર્ષે પકવવા માં આવેલ ધાન્ય ને જે મોહટીઓ માં ભરવા માં આવી હોય તે મોહટીઓ (કોઠાર) પર દિવડા પ્રગટાવી ને ભારે આસ્થાભેર પુજન કરવામાં આવે છે,તે ઉપરાંત ઘરલી (કુળદેવી) પૂજન, ઝાંપા દેવ પૂજન તેમજ ખત્રી પૂજન કરવામાં આવે છે.
આ વિસ્તારમાં દેવદિવાળી ગમે ત્યારે આવતી હોય પરંતુ ગામ માં સૌ સાજા માજા હોય અને ગામ માં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ જ કેટલાક ગામોમાં ગુરુવારે (દેવે દેવ) કે કેટલાક ગામોમાં માં બુધવારે (ગુજરી)દેવ પૂજાતો હોય છે જે વર્ષો જૂની પરંપરા મુજબ હોય છે. જયારે પણ તહેવાર કરવા નો હોય ત્યારે ગામલોકો ભેગા મળીને ગામ પટેલ, પુજારા, અને ડાહ્યા (વડીલ) ની ઉપસ્થિતિ માં નક્કી કરાતુ હોય છે. ખાસ કરીને દિવાળી નો તહેવાર વિસ્તાર પ્રમાણે અને ગામના લોકો નક્કી કરવામાં આવેલ દિવસે પુરો મહિનો ઉજવાતો હોય છે,જેથી કરીને અન્ય ગામોમાં રહેતા સગાંવહાલાં ઓ ને પણ ભાવ પુર્વક તેડવા માં આવે છે અને સામુહિકતા જાળવી ને ઉજવવામાં આવે છે.
( અમુ સરકારી દિવાળી ની કરતાં, અમુ નાનલી દિવાળી જ કરવા )
છોટાઉદેપુર: પ્રકાશ પર્વ એવા દિવાળી નું પર્વ પુરા ભારત દેશ માં આંનદ ઉલ્લાસ અને ધામધૂમ પૂર્વક ઉજવવા માં આવે છે પરંતુ છોટાઉદેપુર જિલ્લા ના આદિવાસી વિસ્તાર માં સરકારી દિવાળી નહીં ઉજવતા દેવ દિવાળી ઉજવવાની પરંપરા વર્ષો થી સાચવાયેલી જોવા મળી રહી છે
દિવાળી ના પર્વ ને મનાવવા લોકો ૧ મહિના અગાઉ થી તૈયારીઓ નો આરંભ કરતાં હોય છે, ઘર ઓફિસ ફેક્ટરીઓ ને સાફ સુફ કરી રંગરોગાન કરી રોશનીઓના ઝગમગાટ સાથે આનંદ ઉલ્લાસ અને આસ્થા પૂર્વંક સાત દિવસ ના સપ્તાહ સાથે દિવાળી નું પર્વ ઉજવવામાં આવતું હોય છે પરંતુ છોટાઉદેપુર જિલ્લા ના આદિવાસીઓ ખેતર માં વાવેલા અનાજ ની લલણી થઇ જાય, નવું અનાજ ઘર માં આવી જાય, અને ગામ ના લોકો અનુકૂળતા મુજબ દિવાળી નક્કી કરી દિવાળી નો પર્વ ઉજવતા હોય છે,
આદિવાસીઓના હોળી સિવાય ના દરેક તહેવાર ઋતુ ચક્ર સાથે જોડાયેલા હોય છે, અને દરેક તહેવારો ગામ લોકો ની અનુકૂળતા મુજબ ઉજવવા ગામ લોકો ભેગા મળી ચર્ચા કરી તહેવાર નો દિવસ નક્કી કરતાં હોય છે, જો ગામ કોઈ નું અવસાન થયું હોય તો તહેવાર ને ઠેલી દેવામાં આવે છે,
( અબુલ આસ ગોહિલ, છોટા ઉદેપુર )