*છોટાઉદેપુર માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રજા ભારે મૂંઝવણમાં *
એક કુટુંબ માંથી ૪ સભ્યોએ ઉમેદવારી નોંધાવી ત્યારે અન્ય વોર્ડ માં થી એક જ કુટુંબના બે બે સભ્યો એ સત્તા મેળવવા જુદા જુદા વોર્ડ માં ઉમેદવારી કરી રહ્યા છે. હાલમાં એક બીજાને કાપવાની અને એકબીજાને ટેકો કરવાની રણનીતિ પણ અપનાવવામાં આવી રહી હોવાની પ્રજા માં ચર્ચા

છોટાઉદેપુર માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કાર્યકર્તાઓમાં મૂંઝવણ
છોટાઉદેપુર નગર પાલિકા ના કુલ 7 વોર્ડ પૈકી 28 બેઠકોની ચૂંટણી ચૂંટણી આયોગ દ્વારા તા 16 ફેબ્રુઆરી ના રોજ જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકીય પક્ષો અને પ્રાદેશિક પાર્ટીઓ માંથી અને અપક્ષ કુલ 99 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. 28 બેઠકો માટે 99 મુરતિયા હોય જે જોતા લાગી રહ્યું છે કે ચૂંટણીનો સંગ્રામ કેવો રહેશે . પરતું પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકર્તાઓને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવતા હોય જેથી મૂંઝવણ અનુભવી રહ્યા છે. અને પાર્ટી દ્વારા શિક્ષાત્મક પગલાં લેવાતાં ફફડાટ ફેલાયો છે જ્યારે અન્ય કાર્યકર્તાઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
હાલમાં નગરમાં ઉમેદવારો દ્વારા જોરશોર થી પ્રચાર ચાલી રહ્યો છે . મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર ઉમેદવારો લગાવી રહ્યા છે જ્યારે લોભામણી લાલચ અને આવનારા પાંચ વર્ષ માં કામગીરીના દાવા થઈ રહ્યા છે. પરતું ઉમેદવારોનો રાફડો ફાટતાં મતદારો એ કોને વોટ આપવો અને કોને નહિ? તેની મૂંઝવણ અનુભવી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે નગરમાં એક જ કુટુંબના ૪ સભ્યોએ વિવિધ વોર્ડ માંથી અને જુદી જુદી પાર્ટી માંથી ઉમેદવારી નોંધાવી હોય જે ભારે આશ્ચર્ય જનક લાગી રહ્યું છે. પ્રજાને પણ અચંભો થાય છે કે સત્તા મેળવવા માટે લોકો કેવા કેવા પેંતરા રચી શકે. જ્યારે હાલમાં પ્રચાર પ્રસાર દરમ્યાન ઘણાએ પ્રજા વચ્ચે થી વિલા મોઢે પાછું પણ આવવુ પડી રહ્યું છે જ્યારે ઘણા મજાક મશ્કરીનો પણ ભોગ બની રહ્યા છે. નગરમાં એક કુટુંબ માંથી ૪ સભ્યોએ ઉમેદવારી નોંધાવી ત્યારે અન્ય વોર્ડ માં થી એક જ કુટુંબના બે બે સભ્યો એ સત્તા મેળવવા જુદા જુદા વોર્ડ માં ઉમેદવારી કરી રહ્યા છે. હાલમાં એક બીજાને કાપવાની અને એકબીજાને ટેકો કરવાની રણનીતિ પણ અપનાવવામાં આવી રહી છે.
નગરમાં છેલ્લા પાંચ વર્ષમાં જે લોકોએ સત્તા ભોગવી તેમાંથી ઘણા એ હાલમાં પણ ઉમેદવારી નોંધાવી છે પરતું ગત ટર્મ જેવું ગઠબંધન ચાલતું નથી જ્યારે ઘણી પેનલ ના ઉમેદવારો છુટ્ટા પડી ગયા હોય અને તેમનું ગઠબંધન ટુટી ગયું હોય તેવી માહિતી મળી રહી છે. જ્યારે છૂટા પડેલા ઉમેદવારો અન્ય પક્ષ તથા અન્ય ઉમેદવારો ને સમર્થન કરવા તૈયાર થઈ ગયા છે જે ચર્ચાથી સમગ્ર નગરનો માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. ચૂંટણીના પરિણામ માં ગત પાંચ વર્ષ માં કરેલા કર્મો નું ફળ આ વખતે મળશે. ઘણા લોકસંપર્ક માં જાય છે ત્યારે મતદારો કહે છે કે પાંચ વર્ષ ક્યાં હતા ? એવા અઘરા સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે.