*છોટા ઉદેપુર નગર પાલિકાની ચૂંટણી માં 28 બુથ મથકો ઉપર મહિલા અને પુરૂષ થઈ 21700 મતદારો મતદાન કરશે.*
બુથ મથકો ઉપર ઇવીએમ મશીનો લઈ કર્મચારીઓ રવાના

છોટા ઉદેપુર નગર પાલિકાની ચૂંટણી માં 28 બુથ મથકો ઉપર મહિલા અને પુરૂષ થઈ 21700 મતદારો મતદાન કરશે.
બુથ મથકો ઉપર ઇવીએમ મશીનો લઈ કર્મચારીઓ રવાના
છોટાઉદેપુર નગર પાલિકા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી તા 16 ફેબ્રુઆરી એ યોજાનાર છે જેમાં નગરમાં આવેલ કુલ 7 વોર્ડ માં આવેલ 28 બેઠકો માટે મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં 21767 જેટલા મતદારો મતદાન કરી પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરશે.
છોટાઉદેપુર નગર પાલિકા ની ચૂંટણી માટે કુલ 7 વોર્ડ માંથી 99 ઉમેદવારો મેદાનમાં છે. 28 બેઠકો પૈકી દરેક વોર્ડ દીઠ 4 સભ્યો ચૂંટાવાના હોય સત્તા મેળવવા માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અને મતદારોને રીઝવવા અથાહ પ્રયત્નો કરી રહ્યા છે. પરતું હરીફાઈ એ હદ સુધી પહોંચી ગઈ છે કે કોઈપણ તટસ્થ તારણ નીકળી શકે તેમ નથી. જેને લીધે દિગ્ગજ નેતાઓ પણ મુંઝવણ અનુભવી રહ્યા છે. નગર પાલિકા ની યોજાનાર આ ચૂંટણી ભારે રસપ્રદ રહી હોય અને દરેક વોર્ડ માં ભારે રસાકસી જણાઈ રહી છે. મતદારો નું સૂચક મૌન ઉમેદવારોને તેમનું મન કળવા દેતુ નથી. જેથી ચૂંટણી જંગમાં ઉતરેલા ઉમેદવારો ની મુઝવણ વધતી જઈ રહી છે.
ચૂંટણી નિર્વિઘ્ને પાર પડે તે માટે વહીવટી તંત્ર એ તમામ તૈયારીઓ આરંભી દીધી છે. આ ચૂંટણી પ્રક્રિયામાં નગરમાં આવેલ 28 બુથ મથકો ઉપર 155 કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહી કામગીરી કરશે. જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1 ડી વાય એસ પી, 3 પી. આઇ., 11 પી. એસ.આઈ. , 21 એસ.આર. પી. , 90 જી.આર. ડી. , 58 હોમ ગાર્ડ અને 137 પોલીસ કર્મીઓ સાથે કુલ 302 પોલીસ જવાનો તહેનાત રહેશે.