છોટા ઉદેપુર

*છોટાઉદેપુર નગરપાલિકામાં 100 ટકા ભાજપનું બોર્ડ બનશે —- જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા*

નગરપાલિકામાં સૌથી વધુ બેઠકો ભાજપને મળી હોય જેથી જેથી અપક્ષોના તથા અન્ય પાર્ટીના ટેકાથી ભાજપનું શાસન આવે તેવી શક્યતાઓ

છોટાઉદેપુર નગરમાં ભાજપનું બોર્ડ બનવાની ચળવળ ઝડપી બની

 

નગરપાલિકામાં સૌથી વધુ બેઠકો ભાજપને મળી હોય જેથી જેથી અપક્ષોના તથા અન્ય પાર્ટીના ટેકાથી ભાજપનું શાસન આવે તેવી શક્યતાઓ

 

છોટાઉદેપુર નગરપાલિકામાં 100 ટકા ભાજપનું બોર્ડ બનશે —- જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા

 

છોટાઉદેપુર નગરપાલિકાની 28 બેઠકો માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન નગરના 28 બુથમથકો ઉપર તારીખ 16 ફેબ્રુઆરીએ યોજાયુ જેમાં 72.65% જેટલું મતદાન થયું હતું. જેનું જેનું પરિણામ તારીખ 18 ફેબ્રુઆરીએ બહાર આવ્યું જેમાં નગરમાં આવેલ વોર્ડ નંબર 2 વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 4 માં એમ કુલ ભાજપની 8 બેઠકો ઉપર વિજય થયો જેમાં સૌથી વધુ માત્રામાં કોઈ પક્ષને વિજય મળ્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે જ્યારે સમાજવાદી પાર્ટી ને 6 બેઠકો મળી, કોંગ્રેસને 1, નવનિર્માણ પાર્ટી 1, એક બહુજન સમાજ પાર્ટી 4 ગુજરાત સર્વ સમાજ પાર્ટીને 4 અને અપક્ષને 4 બેઠકો મળી છે જ્યારે વિવિધ પાર્ટીઓ માંથી ચૂંટાઈ આવતા ઉમેદવારો માં હવે બોર્ડ બનાવવાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે પરંતુ હાલની ચાલતી પરિસ્થિતિ પ્રમાણે અન્ય પાર્ટીના ટેકાથી ભાજપનું બોર્ડ બને તેવી શક્યતાઓ જણાઈ રહી છે,

 

અત્રે ઉલ્લેખનીય છેકે હાલમાં લોકસભા થી માંડી તાલુકા પંચાયત સુધી ભાજપ સત્તા માં હોય અને છોટા ઉદેપુર નગર પાલિકા માં હાલની ચૂંટણી માં ભાજપ ને 8 બેઠકો મળી હોય જેથી સ્વભાવિક છે કે ભાજપ નું બોર્ડ બની શકે. પરતું ચૂંટણી પૂર્ણ થયા બાદ હજુ પણ ખોટી અફવા ઓ અને ચર્ચાનું બજાર ગરમ છે. સાથે અન્ય ચૂંટાયેલી બેઠકો ના જીતેલા ઉમેદવારો ને ખેંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરતું ભારતીય જનતા પાર્ટી ની બેઠકો વધુ હોવાથી ચૂંટાયેલી અન્ય પાર્ટી ઓ અને અપક્ષ ભાજપ ને ટેકો કરશે તેમ નગરમાં ચર્ચાઈ રહ્યું છે 

 

 

છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનું બોર્ડ 100% ટકા બનશે ઉપેન્દ્ર રાઠવા

 

છોટાઉદેપુર નગરમાં 1996 બાદ નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બનશે ભાજપને સર્વે પાર્ટીઓ કરતા વધુ બેઠક મળી છે જ્યારે અપક્ષ તથા અન્ય પાર્ટીઓ જીતેલા ઉમેદવારો સાથે હાલ ચર્ચાઓ ચાલી રહી છે અને તેમના ટેકાથી ભાજપનું બોર્ડ બનશે તેમાં કોઈ બેમત નથી આવનારા દિવસોમાં પાર્ટીની મીટીંગ બાદ નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બનાવવા માટે ની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા એ જણાવ્યું હતું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!