છોટા ઉદેપુર
*10 અને 12 ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ, તિલક કરી ફુલ આપી પરીક્ષાર્થીઓ ને પ્રવેશ અપાયો*
લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, મુકેશભાઈ પટેલ, વર્ષાબેન ધોબી, અલ્પાબેન શાહ, મુકેશભાઈ કિરમાણી સહિત આગેવાનોએ બાળકોને વિજય તિલક કરી મોઢું મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી.

છોટા ઉદેપુર જિલ્લામાં ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થીઓ ને પ્રવેશ અપાયો
લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, મુકેશભાઈ પટેલ, વર્ષાબેન ધોબી, અલ્પાબેન શાહ, મુકેશભાઈ કિરમાણી સહિત આગેવાનોએ બાળકોને વિજય તિલક કરી મોઢું મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી.
છોટા ઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થતી હોય જેના ભાગ રૂપે આજરોજ ધોરણ 10 ના વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ઉપર પ્રવેશ આપવામાં આવ્યો હતો પરીક્ષાર્થીઓ ની પરીક્ષા નિર્વિઘ્ને પાર પડે, સારા માર્કસે પાસ થાય અને ભવિષ્યમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેવા શુભ આશય થી લોકસભા સાંસદ, ધારાસભ્યો સહિતના આગેવાનો એ વિધાર્થીઓને વિજય તિલક કરી પ્રવેશ આપ્યો હતો.