વડોદરા
ડૉ સેમ્યુઅલ ની 182મી પુણ્યતિથિ નિમિતે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
ડૉ. સેમ્યુઅલ હનેમાનની ૧૮૨મી પુણ્યતિથિ નિમિતે પાયોનિયર હોમીપેથીક મેડિકલ કોલેજ, પારૂલ યુનિવર્સિટી ની પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી એન્ડ રિસર્ચ(PIHR), HMAI અને વોર્ડ 5 ભાજપ પરિવાર ઘ્વારા ડો શ્યામપ્રસાદ મુખરજીના માનમાં કિશનવાડી સપ્તશૃંગી માતાજીના મંદિરે નિઃશુલ્ક નિદાન અને સારવાર કરવામાં આવી હતી જેમાં પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન ડૉ.હિતેન્દ્ર પટેલ આ તબક્કે ખાસ હાજર રહ્યા હતા. સંસ્થાની હોસ્પિટલમાં કેમ્પ દ્વારા દર્દીઓની સારવાર પણ આ દિવસે નિ:શુલ્ક કરવામાં આવ્યો હતો, ફેકલ્ટી ડીન ડૉ. પૂરવ દેસાઈ, પ્રિન્સિપાલ ડૉ. અંકુર દેસાઈ, ડૉ. ડી.બી.પાટિલ અન્ય મહાનુભાવો આ તબક્કે ઉપસ્થિતિ રહ્યા હતા સાથે વોર્ડ પ્રમુખ મનોજ શાહ અને મુખ્ય ટિમ ઉપસ્થિત રહી હતી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો..ઉપસ્થિત સેવામય તબીબોને સન્માનિત કરાયા હતા.