* છોટાઉદેપુર નગર પાલિકાની ચુંટણી માટે 28 માંથી 14 બેઠકો મહિલાઓ ના ફાળે *
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બેઠકો બાબતે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું
છોટાઉદેપુર માં નગર પાલિકા બોર્ડ ની મુદ્દતને ફેબ્રુઆરી માસમાં પાંચ વર્ષ પૂર્ણ થયા હતા અને ફરીથી ચૂંટણી યોજાય તે માટે કાગડોળે રાહ જોવાતી હતી. જે અંતર્ગત આજરોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નગર પાલિકાની બેઠકોની ફાળવણી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છેકે છોટા ઉદેપુર નગર પાલિકા કુલ સાત વોર્ડ માં સને 2011 ની વસ્તી ગણતરી મુજબ અંદાજે 25787 કુલ વસ્તી જ્યારે વોર્ડ દીઠ સરેરાશ વસ્તી 3684 ધરાવે છે. જેમાં 28 બેઠકો માં સ્ત્રી બેઠકો 14 , અનુસૂચિત જાતિ, અનુ. આદિજાતિ તથા પછાત વર્ગ ની સ્ત્રી બેઠકો સહિત, અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો 2, અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા 7, પછાત વર્ગ માટે અનામત બેઠક 5, અને 14 બેઠકો સામાન્ય માટે જાહેર કરવામાં આવી છે. જ્યારે છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી બાબતે બેઠકો બાબતે નું જાહેરનામુ પ્રસિદ્ધ થતા રાજકીય ચહલ પહલ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં ચૂંટણી લડવા ઈચ્છતા મુરતિયા ઓ ચૂંટણી બાબતેની પ્રક્રિયા અમલમાં આવે તે બાબતે ની રાહ જોઈ રહ્યા હતા. જેની આજરોજ શરૂઆત થતાં હવે પ્રજાની સેવા કરવાની કામગીરી વધુ ઝડપી બની છે. અને દોડાદોડ શરૂ થઈ ગઈ છે. ફૂલ ગુલાબી ઠંડીમાં હવે નગરનો માહોલ રોજેરોજ ગરમ જોવા મળશે તેમ લાગી રહ્યું છે. જ્યારે ગોડ ફાધરોના આંગણા ઉપર ભાવિ ઉમેદવારોની વસ્તી વધી રહી છે.
{ વોર્ડ નં 1 માં વોર્ડ ની વસ્તી 3212 જેમાં પહેલી બેઠક સ્ત્રી અનામત પછાત વર્ગ, બીજી બેઠક સ્ત્રી અનામત સામાન્ય, ત્રીજી બેઠક બિન અનામત અનુસૂચિત આદિજાતિ અને ચોથી બેઠક બિન અનામત સામાન્ય.
વોર્ડ નં 2 માં વોર્ડ ની વસ્તી 3691 જેમાં પહેલી બેઠક સ્ત્રી અનામત પછાત વર્ગ, બીજી બેઠક સ્ત્રી અનામત સામાન્ય, ત્રીજી બેઠક બિન અનામત અનુસૂચિત આદિજાતિ અને ચોથી બેઠક બિન અનામત સામાન્ય.
વોર્ડ નં 3 માં વોર્ડ ની વસ્તી 4061 જેમાં પહેલી બેઠક સ્ત્રી અનામત અનુસૂચિત આદિજાતિ, બીજી બેઠક સ્ત્રી અનામત સામાન્ય, ત્રીજી બેઠક બિન અનામત પછાત વર્ગ અને ચોથી બેઠક બિન અનામત સામાન્ય.
વોર્ડ નં 4 માં વોર્ડ ની વસ્તી 3579 જેમાં પહેલી બેઠક સ્ત્રી અનામત અનુસૂચિત જાતિ, બીજી બેઠક સ્ત્રી અનામત સામાન્ય, ત્રીજી બેઠક બિન અનામત અનુસૂચિત આદિજાતિ અને ચોથી બેઠક બિન અનામત સામાન્ય.
વોર્ડ નં 5 માં વોર્ડ ની વસ્તી 4024 જેમાં પહેલી બેઠક સ્ત્રી અનામત અનુસૂચિત આદિજાતિ, બીજી બેઠક સ્ત્રી અનામત સામાન્ય, ત્રીજી બેઠક બિન અનામત પછાત વર્ગ અને ચોથી બેઠક બિન અનામત સામાન્ય.
વોર્ડ નં 6 માં વોર્ડ ની વસ્તી 3845 જેમાં પહેલી બેઠક સ્ત્રી અનામત અનુસૂચિત આદિજાતિ, બીજી બેઠક સ્ત્રી અનામત સામાન્ય, ત્રીજી બિન અનામત અનુસૂચિત જાતિ અને ચોથી બેઠક બિન અનામત સામાન્ય.
વોર્ડ નં 7 માં વોર્ડ ની વસ્તી 3375 જેમાં પહેલી બેઠક સ્ત્રી અનામત અનુસૂચિત આદિજાતિ, બીજી બેઠક સ્ત્રી અનામત સામાન્ય, ત્રીજી બેઠક બિન અનામત પછાત વર્ગ અને ચોથી બેઠક બિન અનામત સામાન્ય. }