છોટા ઉદેપુર
*એસટી તંત્ર અને છોટાઉદેપુર ટ્રાફિક પોલીસ દ્વારા સીઓ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું .*
*ખાનગી વાહન ચાલકો માં ફફડાટ *
છોટા ઉદેપુર નગરના તમામ વિસ્તારોમાં હાલ ભારે ટ્રાફિક જોવા મળે છે. અને છોટા ઉદેપુર જિલ્લાનું વડું મથક હોય ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં માં પ્રજા પોતાના કામ અર્થે નગરમાં આવતી હોય છે. જેથી પંથકમાં ખાનગી વાહનો નો રાફડો ફાટયો છે. આજરોજ નગરના પેટ્રોલ ચોકડી થી છોટાઉદેપુર એસટી ડેપો સુધી ખાનગી વાહનમાં મુસાફરોની વહન કરતા વાહન ચાલકો ઉપર આજરોજ એસટી તંત્ર અને છોટાઉદેપુર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોનું સિઓ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું . આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવતા પ્રાઇવેટ વાહન ચાલકોમાં ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું. ખાનગી મુસાફરો ભરી લાવતા વાહનોને મેમો આપવામાં આવ્યા હતા.