છોટા ઉદેપુર

*રાયસિંગપુરા દૂધ મંડળી ના વણઉકલ્યા પ્રશ્ને ગ્રામજનો રોષે ભરાયાં *

*છોટાઉદેપુર જિલ્લા રજિસ્ટ્રારની કચેરીએ ગ્રામજનોનો સૂત્રોચ્ચાર*

  • છોટા ઉદેપુર જિલ્લા રજિસ્ટ્રાર ની કચેરી એ ગ્રામજનો નો સૂત્રોચ્ચાર,
  • રાયસિંગપુરા દૂધ મંડળી ના વણઉકલ્યા પ્રશ્ને ગ્રામજનો રોષે ભરાયાં

છોટા ઉદેપુર તાલુકાના રાયસિંગપુરા નાં ગ્રામજનો આજરોજ છોટા ઉદેપુર જિલ્લા રજિસ્ટ્રાર ની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરતા પહોંચ્યા હતાં અને જિલ્લા રજિસ્ટ્રાર સામે ધરણા ઉપર બેઠા હતા. વાત એમ છે કે રાયસિંગપૂરા દૂધ ઉત્પાદક મંડળી માં ગેરવહીવટ અને નાણાંકીય ગેરરીતિ હોવાની ફરિયાદ સાથે ગામના ચાર અરજદારો એ અગાઉ અરજી કરી હતી. પરતું અરજી બાબતે કોઈ જ પગલાં ન લેવાતાં ગ્રામજનો રોષે ભરાયાં હતાં અને જિલ્લા રજિસ્ટ્રાર ની કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કર્યા હતા. ગ્રામજનો એ રાયસિંગપુરા દૂધ મંડળી ના વહીવટકર્તા ઓ એ ઉચાપત કરી મન માફક વહીવટ કરવામાં આવતા ગ્રામજનો પૂરતું બોનસ મળ્યું ન હોવાનું જણાવ્યું હતું અને વારંવાર રજૂઆત છતાં યોગ્ય જવાબ ન મળતાં અહીં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જિલ્લા રજિસ્ટ્રાર અધિકારી એ આ બાબતે ડેરી માં તમામ મુદ્દાઓ સહિત લેટર લખેલ હોવાનું જણાવ્યું હતું અને જવાબ આવ્યે પગલાં લેવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી. ગ્રામજનો હાલ તો પોતાના વણઉકલ્યા ડેરી ના પ્રશ્ને ભારે રોષ ઠાલવી રહ્યા છે અને પ્રશ્ન નહી ઉકલે ત્યાં સુધી ધરણા ઉપર અહીં બેસી રહેવા જણાવ્યું હતું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!