દાહોદ
મધ્યસ્થ પ્રાથમિક શાળા પીપલોદમાં શિક્ષકદિનની ઉજવણી સાથે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને તિથિ ભોજન..
ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસે આખો દેશ જ્યારે શિક્ષક દિનની ઉજવણી કરે છે. ત્યારે એક શિક્ષક જ્યારે રાષ્ટ્રપતિ સુધીની સફર કરી શકતા હોય અને તેના માનમાં આ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે મધ્યસ્થ પ્રાથમિક શાળા પીપલોદમાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. આ દિવસે શાળાના 167 જેટલા વિદ્યાર્થીઓ એ શિક્ષક બનીને પોતાના સહપાઠીઓને શિક્ષણ આપવાનું બીડું ઝડપ્યું. આજના દિવસે બાળ શિક્ષકો દ્વારા પ્રાર્થના સંમેલન ની સાથે સાથે આખા દિવસનું કાર્ય અને મધ્યાન ભોજન ની જવાબદારી લઇ ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવી.. આજના શિક્ષક દિને જયદ્રથ પટેલે આચાર્ય તરીકેની ભૂમિકા નિભાવી. આજરોજ શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બુંદી નું તિથિ ભોજન આપવામાં આવ્યું