ઈદે મિલાદુન નબી અને ગણેશ ઉત્સવ ને લઈ દ્વિપક્ષીય શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઇ પોલીસ દ્વારા આયોજિત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ તેમજ ઈદે મિલાદુન નબી અને ગણેશોત્સવની ઉજવણી આગામી ૭ સપ્ટેમ્બર થી ૧૭ સપ્ટેમ્બરના દિવસો દરમિયાન યોજાનારા ગણેશ ઉત્સવના ભાગરૂપે ધારાસભ્ય શ્રી ના અધ્યક્ષ પણા હેઠળ સરકારી તંત્ર દ્વારા આજરોજ વિવિધ ગણેશ આયોજકો તેમજ મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ કરી સૂચનો કર્યા હતા.
ડભોઇ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઇ પોલીસ દ્વારા આયોજિત તેરા તુજ કો અર્પણ કાર્યક્રમા નવ જેટલા ખોવાયેલા ચોરાયેલા મોબાઈલ અરજદારોને પોલીસે પરત કર્યા હતા અને આગામી ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદુન નબી તહેવાર પ્રસંગ અનુરૂપ શાંતિ સમિતિની મિટિંગ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષ પણા હેઠળ યોજાઈ હતી જેમાં વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા આનંદ રોહન પી આઇ કે જે ઝાલા મામલતદાર શ્રી ડી વી ગામીત નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ શહેર તાલુકાના વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ, હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પીઆઈ કે જે ઝાલાએ ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કર્યું ત્યારબાદ જિલ્લા પોલીસ વડા આનંદ રોહને જણાવ્યું હતું કે ગણેશ વિસર્જન યાત્રા અને મુસ્લિમોના ઈદે મિલાદુન નબી જુલુસ દરમિયાન બંને તહેવાર સારી રીતે શાંતિપૂર્વક અને કોમી એખલાસ પૂર્વક ઉજવણી કરશો. જ્યારે કે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આગામી ગણેશ વિસર્જન યાત્રા અને મુસ્લિમોના ઈદ એ મિલાદુન નબીના જુલુસ આ બંને તહેવારો શાંતિપૂર્વક અને કોમી એખલાસ ના વાતાવરણમાં ઉજવણી કરવા તેમજ તેરા તુજકો અર્પણ ખોવાયેલા ચોરાયેલા નવ જેટલા મોબાઈલ અરજદારોને પાછા આપવા બદલ પોલીસની કામગીરી અંગે અભિનંદન પાઠવ્યા હતા પોલીસ દ્વારા યોગ્ય અને પૂરતો બંદોબસ્ત ગોઠવી વિસર્જન યાત્રા અને જૂલુશ નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી આશા દર્શાવી હતી.