29 માર્ચ ગ્રહો ના પરિવર્તન ની અસર જોવા મળશે.*સત્યમ્ જોષી*
*શનિ ,રાહુ,ગુરૂ અને કેતુ ના મહા રાશિ પરિવર્તન ની અસરો દેશ દુનિયા પર જોવા મળશે*
પ્રત્યેક ગ્રહ રાશિ પરિવર્તન કરે છે નવ ગ્રહો માં શનિ મંદ છે જે એક રાશિ માં અઢી વર્ષ સુધી રહે છે ત્યાર બાદ રાહુ,કેતુ અને ગુરૂ ધીમી ગતિએ ચાલે છે
29 માર્ચે ને શનિવારે શનિ અમાવસ્યા ના દિવસ રાત્રે 9.40 મિનિટે શનિ મહારાજ મીન માં પ્રવેશ કરશે સાથે 14 મે ના રાત્રે 10.30 કલાકે ગુરૂ મિથુન રાશિ માં પ્રવેશ કરશે અને 18 મે ના રોજ સાંજે 7.7મિનિટે રાહુ કુંભ માં અને કેતુ સિંહ રાશિ માં પ્રવેશ કરશે આ ગ્રહગોચર જોતા વર્ષ 2025,2026 દુનિયા માટે ઉપદ્રવ કારક રહે
જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી એ જણાવ્યું કે શનિ મહારાજ ના રાશિ પરિવર્તન થી મકર રાશિ ની સાડાસાતી સાથે કર્ક અને વૃશ્ચિક રાશિની ની અઢી વર્ષ ની પનોતી પૂર્ણ થશે અને મેષ રાશિ ને સાડાસાતી લોઢા ના પાયે સાથે સિંહ અને ધન રાશિ ને અઢી વર્ષ ની પનોતી લોઢા ના પાયે શરૂ થશે સાથે કુંભ રાશિ ને સાડાસાતી નો ત્રીજો તબક્કો ચાંદી ના પાયે શરૂ થશે અને મીન રાશિ ને સાડા સાતી નો બીજો તબક્કો સોના ના પાયે શરૂ થશે
નવગ્રહો માં શનિ ન્યાય પ્રિય ગ્રહ છે શનિ સેવક છે પરંતુ તેમનું કાર્ય ન્યાયાધિશ નું છે શનિ પોતાની અવધિ માં જાતક ને કર્મ ના ફળ આપે છે જે જાતક સત્ય ના માર્ગે ચાલે છે જેમના કર્મ સદા સારા હોય તેમને શનિ મહારાજ ક્યારેય તકલીફ આપતા નથી માટે શનિ થી ગભરાવાની જરૂર નથી
આગામી 18 મે ના રોજ રાહુ અને કેતુ પણ પોતાની રાશિ પરિવર્તન કરી રહ્યા છે અને રાહુ અને કેતુ એ સ્વભાવે ક્રુર હોય છે તે સ્વરૂપે દૈત્ય છે માટે તેમનો સ્વભાવ પણ તેજ પ્રકાર નો રહેશે
આ ગ્રહ ગોચર નો પ્રભાવ દેશ દુનિયા પર ખાસ મહાભારત જેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નઈ સાથે દેશ અને દુનિયા માટે ભય કુદરતી આફતો માનવ સર્જિત આફતો ઉગ્રતા દુનિયાના અનેક દેશો દુશ્મન દેશો પર લાલ આંખ કરે આક્રમણ કરે તો પણ નવાઈ નહીં વર્તમાન ગ્રહ ગોચર અને આગામી ગ્રહ ગોચર નો વિશેષ પ્રભાવ જોતા ખાસ કરીને એપ્રિલ ,મે અને 18 માર્ચ 2026 સુધી સેનાપતિ રાજા મંત્રી પ્રજા માટે અશુભકારક છે રાજા એટલે કે કોઈપણ દેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિ કે કોઈપણ રાજ્યના મુખ્યપ્રધાન ટૂંકમાં કોઈપણ પ્રધાન કે નગરના કે રાજ્યના મુખ્ય માટે અશુભ સૂચક છે જે કોઈપણ દેશના મંત્રીઓ સેનાપતિ માટે પણ અશુભ સૂચક ગણાય રાજકીય ક્ષેત્રે જોવા જઈએ તો મોટા નેતાઓના બદનામ થવાના યોગ પ્રબળ બને નેતાઓના કાંડ જાગૃત થાય તેવા પણ યોગ સક્રિય બને રાજકીય ચૂંટણીમાં પણતેનો પ્રભાવ જોવા મળે આર્થિક ક્ષેત્રે પણ ખૂબ મોટા પાયે ઉતાર ચડાવ જોવા મળે આર્થિક કટોકટી પણ ઘણા દેશો જાહેર કરી શકે તેવા પણ યોગ સર્જાય શેર માર્કેટમાં પણ ખૂબ મોટાભાઈ ઉતાર ચડાવ જોવા મળે પ્રજા પણ સરકાર પ્રત્યે ઉગ્ર જોવા મળે વર્તમાન કુદરતી આફતોમાં વાવાઝોડા વરસાદ ગરમી મને ઠંડી ત્રણેયવૃતોનો વિશેષ પ્રભાવ જોવા મળે ખાસ કરીને એપ્રિલ મહિના માં ગરમી અતિ જોવા મળે સાથે આગ જની ના બનાવો પણ જોવા મળે પેટ્રોલ ડીઝલ તેલના ભાવમાં વધારો જોવા મળે ખાદ્ય પદાર્થો પણ મોંઘા થાય પ્રજામાં વિશેષ રોષ જોવા મળે બાર રાશિના જાતકો પર પણ તેનો પ્રભાવ જોવા મળે ખાસ કરીને મિથુન,કુંભ, સિંહ અને તુલા,વૃષભ રાશિના જાતક ને શુભ પ્રભાવ જોવા મળે ,અને ધન કર્ક,વૃશ્ચિક, મીન,મેષ,મકર અને કન્યા રાશિ ના જાતકોને ને અશુભ પ્રભાવ જોવા મળે અશુભ ફળ થી રાહત પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુ ની ભક્તિ અને હનુમાન ચાલીસાના પાઠ કરવા લાભ કારી રહે
*બાર રાશિના જાતકો ની વાત કરીએ તો*
મેષ રાશિના જાતકોએ નિર્ણય શક્તિ અને બોલવામાં ધ્યાન રાખવું
વૃષભ રાશી વિશ્વાસઘાતથી બચવું
મિથુન રાશિમાં જાતકો ને શુભ ફળ ની પ્રાપ્તિ થાય
કર્ક રાશિ ના જાતકોએ વાણી વિલાસમાં ધ્યાન રાખવું
સિંહ રાશી ના જાતકોને સંતાન પક્ષથી લાભ થાય જીવનમાં સારી પ્રગતિ થાય પરંતુ વાદવિવાદ છે
કન્યા રાશિ ના જાતકોએ વિચારીને કરવું લાભના સંકેત
તુલા રાશી ના જાતકોને પારિવારિક વિવાદથી દૂર રહેવું કર્મ ક્ષેત્રના સારા સંકેત
વૃશ્ચિક રાશિના જાતકોએ દાંપત્ય જીવનના વાદવિવાદથી બચવું ખોટા નિર્ણય થી જીવનમાં પસ્તાવો થાય
ધન રાશી ના જાતકો ને સારા સંકેત સંતાન પક્ષ થી ફાયદો થાય
મકર રાશિના જાતકોએ વાદવિવાદ દૂર રહેવું કાર્ય વિચારીને કરવું
કુંભ રાશી ના જાતકો સારા લાભની તકો વ્યાપારમાં વૃદ્ધિ થાય ધીરજ થી કાર્ય કરવાથી લાભ થાય
મીન રાશી ના જાતકોએ સરકારી વાદવિવાદથી બચવું. બાકી સારું પણ મળે
*જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી*