છોટાઉદેપુર નગરમાં આવેલા સર્કલો ઉપર ફુવારા બેસાડવા પ્રજાની માંગ
છોટાઉદેપુર નગરમાં આવેલા સર્કલો ઉપર ફુવારા બેસાડવા પ્રજાની માંગ
છોટાઉદેપુર નગરમાં આવેલ ઝંડા ચોક,પોસ્ટ ઓફિસ તથા જાહેર જગ્યાઓ ઉપર જ્યાં ચાર રસ્તા આવેલ છે. ત્યાં સર્કલ મૂકવામાં આવ્યા છે. જે સર્કલ ઉપર રંગીન ફુવારા મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. દરેક જાહેર તથા ગાર્ડનોમાં પબ્લિકની અવર-જવર રહેતી હોય પ્રજાને મનમોહક ફુવારા જોઈ ગાર્ડન માં ફરવા જવાનું મન થતું હોય જે કારણે તમામ જગ્યાઓ ઉપર રંગીન ફુવારા બનાવવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં ઝંડા ચોક, લાલ બહાદુર શાસ્ત્રી ગાર્ડન, અને સરદાર પટેલ ગાર્ડનમાં અગાઉના વર્ષોમાં રંગબેરંગી ફુવારા મૂકવામાં આવ્યા હતા. જે હાલ બંધ અવસ્થામાં છે. જ્યારે પ્રજાની માંગ ઉઠી છે, કે આ બંધ પડેલા ફુવારા પુનઃ શરૂ કરવામાં આવે જેથી નગરની રોનક બદલાય જાય
( છોટાઉદેપુર નગરપાલિકા તંત્ર દ્વારા જાણવા મળેલ વિગતો અનુસાર છોટાઉદેપુરના ઝંડા ચોક ખાતે આવેલા શહિદ ભગતસિંહની પ્રતિમા પાસે આવેલ સર્કલનું રૂપિયા 45 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. અને નવુજ રૂપ આપી ત્રણ જેટલા ફુવારા મૂકવામાં આવશે. જે સર્કલ બનાવવામાં આવનાર હોય જેથી પ્રજામાં આનંદની લાગણી ફેલાય છે.)