*નવરાત્રીના સાતમા નોરતે છોટા ઉદેપુર પંથકમાં વરસાદ વિલન બન્યો, ને વીજળી વેરી બની *
રોજ ખેલૈયાઓ થી ભરચક ગરબા ચોક સૂમસામ
નવરાત્રીના સાતમા નોરતે છોટા ઉદેપુર પંથકમાં વરસાદ વિલન બન્યો, ને વીજળી વેરી બની
રોજ ખેલૈયાઓ થી ભરચક ગરબા ચોક સૂમસામ
છોટાઉદેપુર પંથકમાં નવરાત્રી મહોત્સવમાં છેલ્લા સાત દિવસ થી નગરનું યુવાધન ગરબા રમી માં આદ્યશક્તિ ની આરાધના માં લીન બન્યુ છે. પરતું આજે સાતમા નોરતે સમી સાંજે અને રાત્રિના અગિયાર ના સુમારે એકાએક ધીમી ધારે વરસાદ વરસતા ખેલૈયા ઓ નિરાશ થયા હતા. વરસાદ વરસતા છેલ્લા છ દિવસ થી ખેલૈયા ઓ થી ભરચક રહેતા ગરબા ગ્રાઉન્ડ સૂમસામ જણાઈ રહ્યા છે. આજે વરસાદ વિલન બનતા ખેલૈયા ઓ માં નિરાશા વ્યાપી ગઈ હતી. તૈયાર થઈ ગરબા રમવા જતું યુવાધન વરસાદ રોકવા ની રાહ જોઈ રહ્યો હતો. ધીમીધારે વરસાદ વરસતા આયોજકો પણ મુંઝવણ માં મુકાયા છે. ગરબા રસિકો વરસાદ રોકાય તેવી પ્રાર્થના કરી રહ્યા હતા અને એવામાં લાઈટ જતાં પડતા ઉપર પાટુ જેવો ઘાટ થયો હતો. હજી તો વરસાદ પડ્યો ને વીજળી ડૂલ થઈ જતાં ખેલૈયા ઓ નાસીપાસ થયા હતા.