છોટા ઉદેપુર

*છોટા ઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ ઉપર આસો સુદ આઠમ નિમિત્તે ૧૦૮ દિવડા ની મહા આરતી યોજાઇ*

લાયબ્રેરી રોડ નવરાત્રી મહોત્સવ માં આઠમ નિમિત્તે દિવડા ઝગમગ થયા.

લાયબ્રેરી રોડ નવરાત્રી મહોત્સવ માં આઠમ નિમિત્તે દિવડા ઝગમગ થયા.

છોટા ઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ ઉપર આસો સુદ આઠમ નિમિત્તે ૧૦૮ દિવડા ની મહા આરતી યોજાઇ

છોટાઉદેપુર પંથકમાં હાલ ચાલી રહેલા માં આદ્ય શક્તિ ની આરાધના ના મહાપર્વ નવરાત્રી માં પ્રજાજનો ભારે આસ્થા સાથે માં જગદંબાના વિવિધ સ્વરૂપો ની ભક્તિ માં લીન બન્યા છે. છોટા ઉદેપુર નગર માં વિવિધ વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવમાં ગરબા નું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં છોટા ઉદેપુર નગર ના લાયબ્રેરી રોડ ખાતે છેલ્લા ૬૦ વર્ષ થી ગરબા નું અવિરત ભવ્ય આયોજન કરવામાં આવે છે. ચાલુ સાલે ૬૧માં વર્ષ ની ઉજવણી ભારે શ્રધ્ધા સાથે ભવ્ય રીતે કરવામાં આવી રહી છે. અહીં બાળ ખેલૈયાઓ ને દરરોજ લહાણી આપવામાં આવી રહી છે. સાથે જ માં શક્તિ સ્વરૂપા માં બહુચર નું પૂજન અર્ચન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આજે નવરાત્રી પર્વ આઠમ નિમિત્તે માતાજીના ચોકમાં ૧૦૮ દિવડા પ્રગટાવી સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર માતાજીનો ચોક દિવડા થી ઝગમગી ઉઠ્યો હતો. અને માં જગદંબાની ઉપાસના સ્તુતિ આરતી કરી માઈ ભક્તો ભક્તિથી તરબોળ બન્યા હતા. જ્યારે નગરનું યુવાધન મોડી રાત સુધી ગરબા માં હિલોળે ચડ્યું છે. અહીં આબાલ વૃદ્ધ સૌ કોઈ મન ગરબામાં મન મૂકી મ્હાલી રહ્યા છે. વરસાદ ના ઝરમર વચ્ચે પણ ખેલૈયાઓ નો ઉત્સાહ અકબંધ જોવા મળી રહ્યો છે.ચાલુ સાલે આજે આસો સુદ આઠમ છે જ્યારે નવમું નોરતું છે. પરતું આવતીકાલે નોમ હોવાથી ગરબા રસિક યુવાધન નવમી ના ગરબા રમાડવામાં આવે તેવી માંગ કરતા જોવા મળી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!