નાણા પરત બાબતેની ડ્રાઈવ દરમ્યાન કુલ-૧૪ ભોગ બનનારના કુલ.૯,૪૫,૧૩૮/-રૂપિયા અરજદારોના ખાતામાં નાણા પરત કરાયા
કુલ-૧૪ અરજીની કાર્યવાહી કરતી સાયબર ક્રાઇમ પોલીસ
ઓનલાઇન નાણાકીય છેતરપિંડીના ઇન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ (IRU) અંતર્ગત ફ્રીઝ/હોલ્ડ કરાવેલ રકમ બાબતે સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝની કચેરી, સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર નાઓની કચેરી તરફથી નાણા પરત બાબતેની ડ્રાઈવ યોજાઈ જે દરમ્યાન કુલ-૧૪ ભોગ બનનારના કુલ.૯,૪૫,૧૩૮/-રૂપિયા અરજદારોના ખાતામાં નાણા પરત મેળવવા માટે છોટાઉદેપુરની કુલ-૧૪ અરજીની કાર્યવાહી કરતી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવી હતી
છોટાઉદેપુર જિલ્લામાં ઓનલાઈન નાણાકીય ફોડના ભોગ બનનાર અરજદારના નાણાપરત માટે લોક અદાલત દ્વારા પરત અપાવવા SOP મુજબની કામગીરી કરવામાં આવેલ હતી. સદર કાર્યવાહી દ્વારા અરજદારઓને સમયસર નાણા રિફંડ કરવા બાબતે લોક અદાલત તા.૧૪/૦૯/૨૦૨૪ ના રોજ યોજાઇ હતી. જેમાં કુલ- ૧૪ અરજદાર નાઓની કુલ- ૧૪ અરજીઓના નાણા પરત કરવા બાબતેની અરજીઓ તૈયાર કરવામાં આવેલ હતી. તેમજ તૈયાર કરી કોર્ટમા સબમીટ કરવા પ્રોસેસ કરવામા આવેલ હતી.
આ અંતર્ગત ઓનલાઇન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર અરજદારો દ્વારા સાયબર ક્રાઇમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરી કમ્પલેન કરેલ હતી. જે કમ્પલેનમાં અરજદારોના ફ્રોડમાં ગયેલ રૂપિયા રાજ્ય તથા રાજ્ય બહારની અલગ અલગ બેંકમાં ફ્રીઝ કરવામાં આવેલ હતા.જે રૂપિયા અરજદારોના ખાતામાં પરત મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટર .વી.એમ.કામળીયા તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી દ્વારા અરજદારઓને કોર્ટમાં અરજી કરાવી ઝડપથી કાયદાકીય કાર્યવાહી કરી હોલ્ડ થયેલ નાણાં પરત અપાવવા કુલ-૧૪ અલગ અલગ અરજદારઓના ફોડમાં ગયેલ નાણામાંથી કુલ ૯,૪૫,૧૩૮/-રૂપિયા અરજદારઓની કુલ-૧૪ અરજીઓ તૈયાર કરી રૂપિયા પરત કરાવવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે.