*ગેર મેળાના પ્રચાર અર્થે નસવાડી થી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી 37 કિમી ની સાયકલ રેલી યોજાઈ*
છોટા ઉદેપુર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક પણ જોડાયા

ગેર મેળાના પ્રચાર અર્થે નસવાડી થી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી 37 કિમી ની સાયકલ રેલી યોજાઈ
છોટા ઉદેપુર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક પણ જોડાયા
છોટા ઉદેપુર જિલ્લા ના કવાંટ ખાતે વિશ્વ પ્રસિધ્ધ ગેર નો મેળો હોળી પછીની ત્રીજ ના દિવસે યોજાય છે. અહીં ગુજરાત સહિત ત્રણ રાજ્યના આદિવાસી ગ્રામજનો પોતાની આગવી સંસ્કૃતિ સાથે ઢોલ પીહા લઈ પોતાની મંડળીઓ સાથે ઉમટી પડે છે અને ગેરૈયા બને છે. આગામી 16 માર્ચ ના રોજ આ મેળો યોજાનાર છે. જેની વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ગેર મેળાના પ્રચાર પ્રસાર અર્થે આજરોજ જિલ્લાના નસવાડી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 37 કિમી ની સાયકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર ગાર્ગી જૈન, જિલ્લા પોલીસ અધિક્ષક આઈ. જી. શેખ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. સાયકલ રેલી છોટા ઉદેપુર ના નસવાડી થી સવારે 7 કલાકે નીકળી 37 કિલોમીટરનું અંતર કાપી નર્મદા જિલ્લા ના સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. વિશ્વ પ્રસિધ્ધ ગેર મેળા ના સફળ આયોજન માટે તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.