ગુજરાતછોટા ઉદેપુર
*છોટા ઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ નવરાત્રી મહોત્સવમાં ભવ્ય મહા આરતીનું આયોજન *
છોટા ઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ નવરાત્રી મહોત્સવમાં ભવ્ય મહા આરતીનું આયોજન
ભક્તોએ માં આંબાની આરતીનો લાહવો લીધો સમગ્ર વાતાવરણ ધાર્મિક બન્યુ
છોટા ઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ ઉપર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના પાવન પર્વ નિમિતે આજરોજ મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર સબ જેલમાં જેલર ડી કે પરમાર સંદેશ ના પત્રકાર વિવેક રાવલ મુખ્ય આયોજક સંજયભાઈ સોની, કિશોરભાઈ સોલંકી, શૈલેષભાઈ પંચોલી સહિત તમામ કાર્યકર્તાઓએ મહા આરતીનો લ્હાવો લીધો હતો. જ્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યુ હતું. ઉલ્લેખનીય છે કે વરસાદે વિરામ લેતા નવરાત્રી પર્વનો માહોલ જામતો જાય છે. અને નાના બાળકોથી માંડી સર્વે આનંદિત જણાઈ રહ્યા છે.