સશસ્ત્ર સેના ધ્વજદિન”નો ફાળો એકત્રિત કરવામાં સૌ પ્રથમ યોગદાન આપતા નિવાસી અધિક કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા
જિલ્લાવાસીઓને દેશભક્તિના ઉમદા કાર્યમાં જોડાઈને સૈનિકો અને તેમના પરિવારો માટે ઉદાર હાથે ફાળો આપવાનો અનુરોધ
પંચમહાલ,
રવિવાર :-પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તા.૦૭ મી ડીસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજદિનની સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશની સરહદો ઉપર ફરજ બજાવતા સૈનિકો, પૂર્વ સૈનિકો, સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ તેઓના આશ્રીતોના પુનર્વસવાટ અને કલ્યાણ અર્થે ઉપયોગમાં લેવામાં આવતુ ભંડોળ દેશના દાનવીર નાગરીકો તેમજ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ, ઔદ્યોગિક/ખાનગી એકમો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વ્યાપારીક ક્ષેત્રો પાસેથી તેઓની દેશદાઝની સ્મૃતિ અપાવતો ફાળો દાન સ્વરૂપે એકત્રીત કરવામાં આવે છે.
જે અન્વયે પંચમહાલના નિવાસી અધિક કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમાના હસ્તેથી સૌ પ્રથમ ટોકન સ્વરૂપે ભંડોળ એકત્રિત કરવાની ઔપચારિક વિધિ તા.૦૭/૧૨/૨૦૨૪ શનિવારના રોજ સેવા સદન -૧,ગોધરા પંચમહાલ ખાતે હાથ ધરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં ભંડોળ એકત્રિત કરવાની શરૂઆત પંચમહાલ જિલ્લામાં નિવાસી અધિક કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા દ્વારા પોતે યોગદાન આપીને કરવામાં આવું હતી અને તેમણે જિલ્લાના નાગરીકોને દેશભક્તિના આ ઉમદા કાર્યમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવા હૃદયપૂર્વક અપીલ કરી હતી.
ભારત માતાની રક્ષા કાજે પોતાના ઘર પરીવારથી દૂર દેશની સરહદો- સીમાડાઓ ઉપર ૨૪ કલાક ખડે પગે ઉભા રહી રક્ષા કરે છે તે સૈનિકો, નિવૃત્ત સૈનિકો અને તેઓના સ્વર્ગવાસ બાદ તેઓના આશ્રીતોના પુનર્વસવાટ અને કલ્યાણ માટે ઉપયોગમાં લેવામાં આવતા ભંડોળને એકત્રીત કરવા માટે જાહેર જનતા કે જે પોતાનો વ્યક્તિગત ફાળો આપવા ઇચ્છતા હોય તેવા દાનવીરો પોતાનો ફાળો જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રૂમ નંબર ૩૨, ત્રીજો માળ, બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન-૨, ગોધરા, જિ. પંચમહાલ ખાતે રોકડમાં અથવા “કલેકટર અને પ્રમુખશ્રી, સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ, ગોધરા”(COLLECTOR & PRESIDENT, ARMED FORCES FLAG DAY FUND, GODHRA) ના નામનો ચેક/ડ્રાફ્ટ અથવા ગોધરાના લોખંડવાલા કોમ્પલેક્ષમાં આવેલ એસ.બી.આઇ ગોધરા (મુખ્ય શાખા)ના ખાતા નંબર 38763547590 (IFSC CODE SBIN0000375) માં NEFT/RTGS દ્વારા જમા કરાવી સરકારી પહોંચ મેળવવા જણાવવામાં આવ્યું છે.