છોટા ઉદેપુર

છોટાઉદેપુર નગરના રાજમાર્ગો ઉપર પુર ઝડપે દોડતા વાહનો ઉપર નિયંત્રણ લાવવા પ્રજાની માંગ

નેશનલ હાઇવે નં 56 ઉપર સ્પીડ બ્રેકર મૂકવા પ્રજાની માંગ

છોટાઉદેપુર નગરમાંથી નેશનલ હાઇવે નંબર 56 પસાર થાય છે જેમાં અમુક વિસ્તારમાં નગરની રહેણાંક વસ્તીની વચ્ચેથી હાઇવે પસાર થાય છે. જેના કારણે ભારે ભારદારી વાહનો આ મુખ્ય માર્ગ ઉપર તથા ફોર વિલ વાહનો પુર ઝડપે દોડે છે. જેને કારણે નગરના રહીશોને અવર જવરમા તથા ચાર રસ્તા ક્રોસ કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જ્યારે અકસ્માત નો ભય રહેલો છે. આ સમસ્યાને કારણે નેશનલ હાઇવે નં 56 જે છોટાઉદેપુર નગરને સ્પર્શ કરતો હોય ત્યાં ચાર રસ્તાઓ ઉપર સ્પીડ બ્રેકર મૂકવા પ્રજાની માંગ ઉઠી છે. જેનાથી આવનારા દિવસોમાં કોઈ ગંભીર અકસ્માત ન થાય એ માટે નેશનલ હાઇવે ઓથોરિટી પગલાં ભરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરથી ગુરુકૃપા સોસાયટીમાં તરફ જતા વચ્ચે 4 રસ્તા આવે છે. ત્યાંથી નગરની પ્રજા પસાર થાય છે. અને સદર જગ્યાએથી નેસનાલ હાઇવે નંબર 56 પણ પસાર થાય છે. જેના ઉપર ગુજરાત તથા મધ્યપ્રદેશમાંથી પુર ઝડપે વાહનો પસાર થાય છે. પરંતુ આ વાહનોને કારણે નગરની પ્રજા 4 રસ્તા ક્રોસ કરતા ભય અનુભવે છે. અત્રેના સ્થળની આસપાસ શાળા કોલેજો પણ આવેલી છે નાના બાળકો આ ચાર રસ્તા ઉપરથી પસાર થાય છે. પરંતુ પુર પાટે દોડતા ભારદારી તથા ફોરવિલ વાહનો ને કારણે ભવિષ્યમાં પણ તકલીફ પડે છે. જે જગ્યા ઉપર સ્પીડ બ્રેક્રર મૂકવા જરૂરી છે.

બોક્સ —

છોટા ઉદેપુર નગરમાં આવેલ ગુરુકૃપા તરફ પેલેસ પાસે આવેલ ચાર રસ્તા પાસે નેશનલ હાઇવે નં 56 ઉપર અગાઉ સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા હતા. જ્યારે પ્રજાએ રાહત અનુભવી હતી પરંતુ તુરંત કાઢી લેવામાં આવ્યા હતા. હાલ આ સ્પીડ બ્રેક્રર મુકવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણ થી 4 વ્યક્તિઓના અકસ્માત આ રસ્તે થયા હતા. જેમાં 3 વ્યક્તિના મોત ભૂતકાળમાં નિપજ્યા છે. જ્યારે ઘણાને ઇજા પણ પોહચી છે.

રિપોર્ટર – અબુલ આસ ગોહિલ છોટા ઉદેપુર 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!