*વાજતે ગાજતે —- ચૂંટણીનો સંગ્રામ નિર્વિઘ્ને પાર પડે તે માટે ભાજપા ના ઉમેદવારોએ પ્રભુના આશીર્વાદ મેળવ્યા*
છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના 20 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

વાજતે ગાજતે —- ચૂંટણીનો સંગ્રામ નિર્વિઘ્ને પાર પડે તે માટે ભાજપા ના ઉમેદવારોએ પ્રભુના આશીર્વાદ મેળવ્યા
છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના 20 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
છોટાઉદેપુર નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવી છે આ ચૂંટણી સંદર્ભે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કુલ 5 વોર્ડમાંથી 20 ઉમેદવારો ને ટિકિટ આપવામાં આવી છે જેના અંતર્ગત આજરોજ દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં 20 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવા આજરોજ એકત્રિત થયા હતા કરી છે.
છોટાઉદેપુર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની આજરોજ છેલ્લી તારીખ હોય જે અંતર્ગત ભાજપ દ્વારા જાહેર કરેલા 20 જેટલા ઉમેદવારો દિગ્ગજ નેતા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપેન્દ્રભાઈ રાઠવા, સૌરભભાઈ શાહ, મેહુલભાઈ પટેલ તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આજરોજ રણછોડરાય મંદિર ખાતે એકત્રિત થઈ ભગવાનના આશીર્વાદ મેળવી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા નાયબ કલેકટર કચેરી ખાતે જઈ રહ્યા છે. આ અંગે દિગ્ગજ નેતા નારણભાઇ રાઠવા સૌરભભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.