*છોટાઉદેપુર નગરમાં પ્રથમવાર ભાજપા ટોચ પર? ઉમેદવારો દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ*
પબ્લિક ઓપિનિયન

પબ્લિક ઓપિનિયન
છોટાઉદેપુર નગરમાં પ્રથમવાર ભાજપા ટોચ પર? ઉમેદવારો દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ
ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો ટોચ પર હોય તેઓ પ્રજામાં ગણગણાટ
છોટાઉદેપુર નગરપાલિકા ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી આયોગે જાહેર કરી છે જેમાં કુલ 7 વોર્ડમાંથી 28 સભ્યો ચૂંટાઈ આવશે જેના માટે 99 ઉમેદવારો મેદાનમાં ઉતરી ગયા છે જ્યારે ઉમેદવારો દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ઘરે ઘરે જઈ પ્રચાર થઈ રહ્યો છે ત્યારે નગરમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુંજન સમાજ પાર્ટી તથા પ્રાદેશિક પક્ષો માંથી અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જ્યારે દરેક પાર્ટીનો ઉમેદવાર જીતવા મથામણા કરી રહ્યો છે. જ્યારે પ્રચારના પડઘમ જોરસોર થી શરૂ થઈ ગયા છે જ્યારે નગરમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો ટોચ પર હોય તેઓ પ્રજામાં ગણગણાટ શરૂ થઈ ગયો છે જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકાર હોય જેથી પાલિકાનું બોર્ડ બને પ્રજાને લાભ થશે તેવી ચર્ચાએ પ્રજામાં સ્થાન લીધું છે. જ્યારે 1996 બાદ પ્રથમ વખત પાલિકામાં ભાજપનું બોર્ડ બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગર ના કુલ સાત વોર્ડમાં ચૂંટણી જીતવા 99 ઉમેદવારો મેદાને પડ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 5 વોર્ડમાંથી 20 ઉમેદવાર ઉભા કરી દેવામાં આવ્યા છે જેમાં 2 નંબર, , 7 નંબર, 4 નંબરના વોર્ડમાં ભાજપને તમામ બેઠકો મળે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે જ્યારે વોર્ડ નં 3 અને 6 માં પણ ભાજપ ના ઉમેદવારો ને સમર્થન સાથે ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે, જ્યારે ટોચના નેતાઓ પણ નગરમાં ચૂંટણીના પ્રચાર માટે મેદાનમાં ઉતરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની આ વખતની ચૂંટણીમાં ભાજપનું બોર્ડ બને એવી પૂરી શક્યતાઓ રહેલી છે.
વોર્ડ નંબર 2 વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 7માં ભાજપને તમામ સીટો મળે એવી પૂરી શક્યતાઓ જણાઈ રહી છે
1996 બાદ પહેલી વખત સમગ્ર નગરમાં આ વખતે ભાજપનું બોર્ડ બનશે એવી હવા ચાલી રહી છે ભાજપ તરફથી નગરપાલિકામાં સત્તા હાંસલ કરવા માટે ચાણક્ય નીતિમાં માહિર એવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ સંસદ સભ્ય જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજુભાઈ રાઠવા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા માજી સાંસદ નારણભાઈ રાઠવા રામસિંગભાઈ રાઠવા સહીતના અનેક દિગ્ગજો મેદાનમાં ઉતરનાર છે.ભાજપ સામે લડતા ઉમેદવારો ની નજર ભાજપમાં ટિકિટ નહીં મળવાથી નારાજ થયેલા કાર્યકરો ઉપર મંડરાયેલી છે અને બીજા પક્ષો ભાજપના નારાજ કાર્યકરો અમને જીતાડી દેશે એવી આશા બાંધીને બેઠા છે પરંતુ ભાજપના દરેક કાર્યકરો છેવટે ભાજપનું જ કામ કરતા હોય છે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા ની આગેવાનીમાં ભાજપની સમગ્ર ટીમ એક રણનીતિ બનાવીને આ વખતે છોટાઉદેપુર નગરપાલિકામાં સત્તા હાસલ કરશે એવું લાગી રહ્યું છે