* ચૂંટણી બ્રેકિંગ બપોરે ૩ વાગ્યા સુધી માં નગર ના તમામ મતદાન મથકો ઉપર સરેરાશ ૫૨.૫૩% મતદાન નોંધાયું*
છોટા ઉદેપુર નગર પાલિકા ની ચૂંટણી માં ૯૦ વર્ષીય શારદાબેન પંચોલી એ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું

છોટા ઉદેપુર નગર પાલિકા ની ચૂંટણી માં ૯૦ વર્ષીય શારદાબેન પંચોલી એ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું
છોટા ઉદેપુર નગર પાલિકા ની સ્થાનિક સ્વરાજની યોજાઇ રહેલી ચૂંટણીમાં મતદારો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવા મતદારો માં ખુશી જોવા મળી રહી છે જ્યારે બીજી બાજુ જીવનની પાનખર તરફ વધી રહેલા જૈફ વય ના મતદારો પણ પાછળ નથી ૯૦ વર્ષના શારદાબેન પંચોલી એ પણ મતદાન કરી પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો. જૈફ વય ના શારદાબેન પંચોલી એ વ્હીલ ચેર પર પરિવાર સાથે આવી મતદાન કર્યું હતું. એવા જ જૈફ વયના મંગીબેન મફતલાલ પંચોલી એ પણ નાદુરસ્ત તબિયત હોવા છતાં વ્હીલ ચેર પર આવી મતદાન કર્યુ હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય મતદારો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે બપોરે ૩ વાગ્યા સુધી માં નગર ના તમામ મતદાન મથકો ઉપર સરેરાશ ૫૨.૫૩% મતદાન નોંધાયું છે. આ જોતા સાંજના છ વાગ્યા સુધી માં ૭૦ થી ૭૫% જેટલું મતદાન નોંધાવવા નો અંદાજો રાજકીય પંડિતો લગાવી રહ્યા છે.