છોટા ઉદેપુર

*છોટા ઉદેપુર નગર પાલિકા માં પચરંગી સરકાર બનવાની સંભાવનાઓ.* *નગર પાલિકાનું ચોંકાવનારું પરિણામ આવતા પ્રજામાં અનેક તર્ક વિતર્ક.*

નગરમાં વર્ષોથી ચૂંટાઈ આવતા દિગ્ગજ નેતાઓ આદમભાઈ સુરતી, બસપાના પ્રમુખ નરેન જયસ્વાલ હારી ગયા

છોટા ઉદેપુર નગર પાલિકા માં પચરંગી સરકાર બનવાની સંભાવનાઓ.

નગર પાલિકાનું ચોંકાવનારું પરિણામ આવતા પ્રજામાં અનેક તર્ક વિતર્ક.

નગરમાં વર્ષોથી ચૂંટાઈ આવતા દિગ્ગજ નેતાઓ આદમભાઈ સુરતી, બસપાના પ્રમુખ નરેન જયસ્વાલ હારી ગયા હતા.

છોટાઉદેપુર માં ભાજપ ને ૮, કોંગ્રેસ ને ૧, સમાજવાદી પાર્ટી ને ૬, બસપા ને ૪, ગુજરાત સર્વ સમાજ પાર્ટી ને ૪ , નવનિર્માણ મંચ ને ૧ તેમજ અપક્ષ ઉમેદવારો ને ૪ બેઠકો મળી, કોઈપણ રાજકીય મોટી પાર્ટીને બહુમતી ના મળતા ગઠબંધન કરવું પડશે.

છોટાઉદેપુર નગર પાલિકા ની ૨૮ બેઠકો માટે નું મતદાન તા.૧૬ ફેબ્રુઆરી ના રોજ થયું હતું. જેમાં ૭૨.૬૫% મતદાન નોંધાયું હતું. જેની મત ગણતરી આજરોજ તા ૧૮ ફેબ્રુઆરી એ પોલી ટેકનીક કોલેજ ખાતે થઈ હતી. જેમાં ૨૮ માંથી ૮ જેટલી બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. જ્યારે આમ આદમી પાર્ટી ખાતું ખોલવામાં પણ નિષ્ફળ ગઈ હતી. જ્યારે છોટા ઉદેપુર નગર માં પ્રથમ વખત લઢનારી સમાજવાદી પાર્ટી ને ૬ બેઠકો તેમજ ગુજરાત સર્વ સમાજ પાર્ટી ને ૪ બેઠકો મળી છે. જ્યારે ૪ અપક્ષ, બસપા ને ૪ અને નવનિર્માણ મંચ ને ૧ બેઠક મળી હતી. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અપક્ષ અને અન્ય પ્રાદેશિક પાર્ટીના ટેકાથી સત્તા માં આવે તેવી સ્પષ્ટ શક્યતા ઓ જણાઈ રહી છે.

છોટા ઉદેપુર નગર પાલિકા માં આવેલ ૭ વોર્ડ પૈકી ૨૮ સભ્યોના ચૂંટાવાથી નગર પાલિકા નું બોર્ડ બને છે. આ ચૂંટણીમાં ૨૮ બેઠકોના જંગ માટે ૯૯ જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. અને સમગ્ર ચૂંટણી ભારે રસાકસી ભરી રહી હતી. પરતું રાષ્ટ્રીય લેવલે ઊંચુ સ્થાન ધરાવતી કોંગ્રેસ પાર્ટીને માત્ર ૧ બેઠક મળી હતી. જ્યારે આમ આદમી પાર્ટી નો એકપણ ઉમેદવાર જીત્યો નથી. જે ભારે નવાઈ ભરી વાત છે. નગર પાલિકા નું આ ચોંકાવનારું પરિણામ આવ્યું હોય અને સ્પષ્ટ બહુમતી કોઈ પણ પક્ષ ને મળી ન હોય જેથી ગઠબંધન કરવું ભાજપે આવશ્યક થઈ પડયું છે.

ઉલ્લેખનીય છેકે ૧૯૯૬ બાદ પ્રથમ વખત છોટા ઉદેપુર નગર પાલિકા માં ભાજપ સત્તા માં આવશે તેવી પૂરી શક્યતાઓ જણાઈ રહી છે. છોટા ઉદેપુર નગરમા ગત ટર્મ માં કોંગ્રેસ ની ૮ જેટલી બેઠકો આવી હતી અને ભાજપ ની માત્ર ૪ બેઠકો આવી હતી પરતું ચાલુ સમયમાં કોંગ્રેસના ૨ દિગ્ગજ નેતા ઓ નારણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ જતાં હવે ભાજપની ૪ બેઠકો વધી હોય તેમ લાગી રહ્યું છે. છોટા ઉદેપુર ના સ્થાનિક રાજકારણ માં ભારે પ્રભુત્વ ધરાવતા આ નેતાઓ ભાજપ માં આવી જતા ભાજપ ને ફાયદો થયો છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. આવનારા દિવસોમાં ગઠબંધન માટે પાલિકાના ચૂંટાયેલા સભ્યો સહેલગાહે ઉપડી જાય અને કોણ કોને ખેંચે છે તે જોવાનું રહ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!