*જિલ્લા વહીવટી તંત્રના જિલ્લા મથકની અસપાસ ઓરસંગ નદીમાંથી ચોરાતી રેતી દિવાતળે અંધારું જેવો ઘાટ*
ઓરસંગ નદીમાં ટ્રેક્ટરનો ટ્રાફિક યથાવત ધોળે દિવસે બેફામ રેતી ખનન કરતા રહેતી માફિયાઓ નો વિડીયો વાયરલ

છોટાઉદેપુર ઓરસંગ નદીમાં ટ્રેક્ટરનો ટ્રાફિક યથાવત ધોળે દિવસે બેફામ રેતી ખનન કરતા રહેતી માફિયાઓ નો વિડીયો વાયરલ થયો
જિલ્લા વહીવટી તંત્રના જિલ્લા મથકની અસપાસ ઓરસંગ નદીમાંથી ચોરાતી રેતી દિવાતળે અંધારું જેવો ઘાટ
છોટાઉદેપુર ઓરસંગ નદીમાં બેફામ રેતીખનન હાલ ચાલી રહ્યું છે. જે અંગે રેતી માફિયાઓ દ્વારા નદીમાં ટ્રેક્ટર અને જેસીબી મશીન ઉતારી સફેદ રેતી ખનીજનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે છેલ્લા બે દિવસથી ઓરસંગ નદીમાં છોટાઉદેપુર નગર ની સામે કિનારે પાધરવાટ, ઓલીઆંબા, નાલેજ, જેવા વિસ્તારો નજીકમાં ધોળે દિવસે ટ્રેક્ટર ઉતારી બેફામ રેતીખનન ચાલી રહ્યું હોવાના વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે અગાઉ પણ ઘણીવાર વિડીયો વાયરલ થયા છે પરંતુ તંત્રનું સૂચક મૌન જોવા મળી રહ્યું છે થોડા સમય અગાઉ સદર જગ્યાએથી બહારની ટીમ આવી ચેકિંગ હાથ ધર્યું હતું અને વાહનો ઝડપી પાડ્યા હતા પરંતુ હાલ પરિસ્થિતિ જેસે થે તેવી થઈ ગઈ છે કોઈ સચોટ કાર્યવાહી કરવામાં આવતી નથી. મુખ્ય રસ્તાઓ ઉપર તો ઠીક છે પરંતુ નદીમાં પણ હવે ટ્રેક્ટરનો ટ્રાફિક જોવા મળી રહ્યો છે જિલ્લા વહીવટી તંત્ર ની મુખ્ય કચેરીઓ આવેલી હોય તેવા વિસ્તારની નજીકમાં આસપાસ ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તે ત્યાં સુધી વ્યાજબી છે પ્રજામાં તરહ તરહની શંકાઓ અને પ્રશ્નો ઉઠી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તંત્રની રહેમ નજર હેઠળ બેફામ રેતી ખનન ઓરસંગ નદીમાં થઈ ગયું છે હવે માત્ર પથ્થર અને કાંકરા બચ્યા છે જ્યારે નગરને અડીને આવેલા અને નગરને જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે નંબર 62 અને નેશનલ હાઇવે નંબર 56 ઉપરના બ્રિજ ના પાયા પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે જ્યારે બંને બ્રિજ જર્જરીત અવસ્થામાં થઈ ગયા છે રેતીના સપોર્ટ ખસી જવાને કારણે આ બ્રિજ ના પાયા ખુલ્લા પડી ગયા છે અગાઉના સમયમાં પાવીજેતપુર ખાતે નો ભારજ નદી ઉપરનો બ્રિજ રેતીના સપોર્ટ ના મળવાને કારણે પાણીના ધસમસતા પ્રવાહથી બેસી ગયો હતો જે બ્રિજ નવો બનાવવા માટેની હજુ કામગીરી પણ શરૂ થઈ નથી સુવા રેતી ખનન બંધ થશે કે કેમ તેવા પ્રશ્નો પ્રજામાં ઉઠી રહ્યા છે બેફામ ગેરકાયદેસર રેતી ખનન પ્રક્રિયા ને કારણે સરકારને રોયલ્ટીમાં પણ નુકસાન જઈ રહ્યું છે જે પણ એક વિચારવા જેવી બાબત છે શું આ સફેદ રેતીનો કાળો કારોબાર કોની રહેમ નજર હેઠળ ચાલે છે તેવું જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે અને આ બાબતે પગલા ભરે તેવી પ્રજાની માંગ ઉઠી છે બહારના વિસ્તારમાંથી વિજિલન્સ તથા ફ્લાઈંગ સ્ક્વોડ આવીને છાપો મારે છે અને વાહનો પકડી પાડે છે ત્યારે સ્થાનિક તંત્ર કોની શરમ ભરે છે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ગાંધીનગર થી ફ્લાઈંગ સ્ક્વોડ આવી અને ડોલામાઈટ પથ્થર નું ગેરકાયદેસર ખોદ કામ કરતા મશીનો અને વાહનોનો બે કરોડ ઉપરાંતનો મુદ્દામાં ઝડપી પાડ્યો હતો અને બે નંબરી ધંધો કરતા ઇસમોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જ્યારે કાયદેસર ધંધો કરતા વેપારીઓને રાહત થઈ હતી હાલમાં પણ રેતી ખનન પ્રવૃત્તિ જોરસોરમાં ચાલી રહી છે તંત્ર ઊંઘે ત્યારે રેતી માફિયાઓ જાગી જાય છે અને રાત દિવસ રેતી ખનન થઈ રહ્યું છે આ બાબતે પણ ગાંધીનગરથી તપાસ આવે તો ઘણા મોટા રેતી માફિયાઓના કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેવી પ્રજાની માંગ ઉઠી છે.