*છોટા ઉદેપુર જિલ્લા ના નવ નિયુક્ત પ્રમુખ ઉમેશભાઈ રાઠવા નો અભિવાદન સમારોહ યોજાયો *
લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ સહિત આગેવાનો ઉપસ્થિતિ માં વિધિવત હોદ્દો સાંભળ્યો

છોટા ઉદેપુર જિલ્લા ના નવ નિયુક્ત પ્રમુખ ઉમેશભાઈ રાઠવા નો અભિવાદન સમારોહ યોજાયો
લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
છોટા ઉદેપુર જિલ્લા ભાજપા સંગઠન ના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવા ની નિમણૂક કરવામાં આવી છે. યુવાન શિક્ષિત, સંગઠનના અનુભવી એવા જિલ્લાના યોગી આદિત્ય નાથ ગણાતા ઉમેશભાઈ રાઠવા ની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા જિલ્લા, તાલુકા સંગઠનના કાર્યકર્તા ઓમાં આનંદ ની લાગણી ફેલાઇ છે. આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા ના અધ્યક્ષસ્થાને નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ નો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, નારણભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવા, એપીએમસી ચેરમેન અને પૂર્વ મહામંત્રી મુકેશભાઈ પટેલ સહિત જિલ્લા, તાલુકા તથા શહેર ના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા ને શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. ભારે હર્ષોલ્લાસ અને ઢોલ પીહા ની રમઝટ સાથે જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા નું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.