ગોધરા
ગોધરા આઈટીઆઈ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
ગોધરા આઈટીઆઈ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

ગોધરા .
તારીખ ૮ માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો કાર્યક્રમ આઈ.ટી.આઈ ગોધરા ખાતે સૌપ્રથમ વાર ખુબ જ સુંદર અને સફળતા પૂર્વક ફક્ત મહિલાઓ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન નોડલ આઈ.ટી.આઈના આચાર્ય ડી.જે વરમોરા તેમજ આચાર્ય નેહા મેડમના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતું. આ કાર્યક્રમમાં સંસ્થાની દરેક ટ્રેડની મહિલાઓ વહીવટી મહિલા સ્ટાફ, તેમજ તાલીમાર્થીની દ્વારા દીપ પ્રાગટ્ય કરી તેમજ સ્વાગત ગીત સાથે ખૂબ જ સુંદર નૃત્ય અને મહિલા સશક્તિકરણ, સમાનતા અને અધિકાર વિશેની સ્પીચ,અને મહિલા દિવસની રંગોળી પૂરી, તેમજ કેક અને નાસ્તા સાથે ઉજવણી કરી હતી.
વધુમાં મુખ્યત્વે ગારમેન્ટ ટ્રેડ માંથી તાલીમાર્થીનીઓએ જાતે બનાવેલ ડ્રેસ (ગાઉન, ચોલી) બનાવી અને આ કાર્યક્રમમાં રેમ્પવોક કરી ખૂબ જ સુંદર કલા પ્રદર્શન કર્યું હતું.