છોટા ઉદેપુર
*જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર”ને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ*
બોગસ ડોક્ટર છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારના રામપુરા ખાતે થી મિન્ટુકુમાર રમેન્દ્રનાથ રાય ને ઝડપી પાડ્યો

જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર”ને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ
છોટાઉદેપુર જીલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર” ફૂલ્યા ફાલ્યા છે. આવા ડોક્ટર કોઈપણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી આદિવાસી ગરીબ પ્રજા ના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા હોય છે. આવા જ બોગસ ડોક્ટર છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારના રામપુરા ખાતે થી મિન્ટુકુમાર રમેન્દ્રનાથ રાય ને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લાના રામપુરા ગામે કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર પાસે થી મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ મળી કુલ રૂ.૧૪૪૭૩.૧૬/- મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહિ કરી રંગપુર પો.સ્ટે.ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.