શહેરા

શહેરા તાલુકાના સાડી સમડી ગામે પરણિતાની અવાવરુ કુવામાંથી લાશ મળી, બે દિવસ પહેલા થયા હતા લગ્ન

પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવામાં આવ્યો હતો કે સાસરી પક્ષ વાળાઓ જુઠા દાગીના ચઢાવતા લાગી આવતા તેને આ પગલુ ભરી લીધું

શહેરા.

શહેરા તાલુકાના સાડી સમડી ગામની પરણિત યુવતીની લાશ એક અવાવરુ કુવામાથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શારદાબેન ભારતસિહ તલાર નામની પરણિતાના લગ્ન બે દિવસ પહેલાજ થયા હતા. ઘટનાની જાણ થતા પરિવારજનો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોચ્યા હતા. લાશ કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના સાડી સમડી ગામે રહેતી પરણિતા શારદાબેન તલાર લાશ આકેડીયા ગામના અવાવરુ કુવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘરેથી યુવતી કુવા બાજુ ગઈ હોવાનું પરિવારજનો દ્વારા જણાવાયુ હતુ. કુવા પાસે ચંપલ મળી આવતા ચંપલ યુવતીના હોવાનું માલુમ પડયુ હતુ. પંરિવારજનો એકત્ર થઈ ગયા હતા. આ મામલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ગામના માણસો દ્વારા લાશ કાઢવાની તજવીજ હાથ ધરી હતી. પોતાની વ્હાલીસોઈ દિકરીનું મોત થતા પરિવારજનોમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. પરણિતાના લગ્ન બે દિવસ પહેલા પાલીખંડા ગામે લગ્ન થયા હતા.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાનાં સાડી સમડી ગામ રહેતા શારદા બેન તલારની લાશ એક અવાવરુ કુવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસે લાશને કુવામાંથી કાઢીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના લગ્ન બે દિવસ પહેલા જ થયા હતા. પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવામાં આવ્યો હતો કે સાસરી પક્ષ વાળાઓ જુઠા દાગીના ચઢાવતા લાગી આવતા તેને આ પગલુ ભરી લીધું હોવાનું જણાવુ છે. શહેરા પોલીસ આ મામલે એડી દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ વિનોદ પગી
શહેરા.પંચમહાલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!