શહેરા
સદનપુર પ્રા. શાળા ખાતે સુવિધા હોસ્પિટલ અને લાઇન્સ ક્લબ ઑફ લુણાવાડા દ્વારા 52 જેટલી શાળાઓને 5800 નંગ ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું
સદનપુર પ્રા. શાળા ખાતે સુવ52 જેટલી શાળાઓને 5800 નંગ ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું

શહેરા
આજરોજ તારીખ 20/06/2025 ના રોજ સદનપુર પ્રાથમિક શાળા તાલુકો શહેરા જીલ્લો પંચમહાલ ખાતે સુવિધા હોસ્પિટલ લુણાવાડા ડોક્ટર આર.બી. પટેલ સાહેબ અને લાયન્સ ક્લબ ઓફ લુણાવાડા તરફથી શહેરા તાલુકાની 52 જેટલી શાળાઓને 5800 નંગ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યના અધ્યક્ષ અનિરુધ્ધસિંહજી, શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ, મહામંત્રી તાલુકા શિક્ષક ઘટક સંઘના કાર્યાધ્યક્ષ,મહામંત્રી તેમજ એચ. ટાટ સંવર્ગના અધ્યક્ષ, બી.આર.સી, લાયન્સ ક્લબ ઑફ લુણાવાડાના સભ્યો, સી.આર.સી.કો.ની ઉપસ્થિતિમાં 52 જેટલી શાળાઓને ચોપડા અને દફતર વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર સંચાલન અરવિંદભાઈ પંચાલ દ્વારા કરવામાં આવેલ હતું.બીટ કે.ની.સુરેશભાઈએ તમામ દાતાશ્રીઓનો શહેરા તાલુકા વતી આભાર વ્યક્ત કર્યો હતો.