છોટા ઉદેપુર નેશનલ હાઇવે નં 56 ઉપરના તૂટેલા બ્રિજ અંગે સાંસદ જશુભાઇ રાઠવા સહિત ના આગેવાનોએ નીતિનભાઈ ગડકરી ની મુલાકાત લઈ રજૂઆત કરી.
છોટા ઉદેપુર નેશનલ હાઇવે નં 56 ઉપરના તૂટેલા બ્રિજ અંગે સાંસદ જશુભાઇ રાઠવા સહિત ના આગેવાનોએ નીતિનભાઈ ગડકરી ની મુલાકાત લઈ રજૂઆત કરી.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે ભારજ નદી ઉપરનો બ્રિજ તૂટી ગયો છે તથા ડાઈવર્ઝન પણ ધોવાઈ ગયો છે જેથી ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યના વાહન વ્યવહાર પર ભારે ઊંડી વિપરીત અસર જોવા મળી છે જેના કારણે આજરોજ છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા ની આગેવાનીમાં પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તથા અભેસિંગભાઈ તડવી એ દિલ્હી ખાતે દેશના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરી સાથે મુલાકાત કરી હતી અને સમગ્ર સમસ્યા અંગે અવગત કરાયા હતા. જ્યારે છોટાઉદેપુર જિલ્લાની પ્રજાને પડતી પારાવાર મુશ્કેલીઓ અંગે રાજમાર્ગ મંત્રી એ વહેલામાં વહેલી તકે બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે તે માટે બાહેધરી આપી હતી.
છોટાઉદેપુર થી સાંસદ ના આગેવાનીમાં દિલ્હી ખાતે પ્રતિનિધિ મંડળે રાજમાર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરીને રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગ ઉપરના રોડ અને પુલોને ભારે નુકસાન પહોંચ્યું છે . જ્યારે ફેરકુવા થી બોડેલી નેશનલ હાઇવે નંબર 56 જે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો મુખ્ય હાઇવે છે જેમાં પાવીજેતપુર તાલુકાના સિહોદ ગામ પાસે ભારજ નદી ઉપર બનાવવામાં આવેલો બ્રિજ પુરી રીતે તૂટી ગયો છે જેના લીધે સમગ્ર વાહન વ્યવહાર બંધ થઈ ગયા છે અને આ ક્ષેત્રની પ્રજા ભારે ચિંતિત છે જેથી બંધ થયેલો આ રસ્તો વહેલી તકે પુનઃ શરૂ થશે તેવી પ્રજા આશા રાખીને બેઠી છે. જ્યારે બનાવવામાં આવેલું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હોય જે ડાયવર્ઝન વહેલી તકે ફરી બનાવવામાં આવે એ ખૂબ જરૂરી છે. જ્યારે સદર નેશનલ હાઇવે નંબર 56 પર બનેલા 80 થી 90 વર્ષ જુના બ્રિજ પણ વધુ ક્ષતિગ્રસ્ત થયા છે જેમાં (1) ઓરસંગ નદી છોટાઉદેપુર નો બ્રિજ (2) મુલધરનો મેરિયા નદી પરનો બ્રિજ (3) તેજગઢ ખાતે આવેલો આની નદી પરનો બ્રિજ પણ નવા બનાવવામાં આવે તે માટે માંગ કરવામાં આવી હતી
( નેશનલ હાઇવે નંબર 56 ઉપર આવેલા જર્જરીત બ્રિજ નવા બનાવવામાં આવે હાલ બ્રિજ ખુબ સાંકડા હોય તથા ભારે ટ્રાફિકના કારણે પહોળા કરવા આવશ્યક છે જેથી ફોરલેન માં તેને કરવામાં આવે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા પણ રાજ રાજમાર્ગ મંત્રીને રજૂઆત કરાઈ હતી જ્યારે આદિવાસી પંથકમાં રોજબરોજની વાહન વ્યવહારની સમસ્યાઓથી ત્રાસી જઈ હવે સરકાર તરફથી નવા બ્રિજ બનાવવામાં આવશે તે બાબતે આશાનો સંચાર થયો છે. જ્યારે રાજમાર્ગ મંત્રીના હકારાત્મક જવાબ થી પ્રજામાં પણ આનંદ ફેલાયો છે )
( છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ દિલ્હી થી ટેલીફોન મારફતે જણાવ્યું હતું કે પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને અભેસિંગભાઈ તડવી તથા અમારું પ્રતિનિધિ મંડળ આજરોજ દેશના માર્ગ વ્યવહાર તથા રાજમાર્ગ મંત્રીને મળ્યા અને છોટાઉદેપુર ની પરિસ્થિતિ અંગે અવગત કરાવ્યા હતા અને વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેમ રજુઆત કરી હતી જેના પ્રત્યુતરમાં મંત્રી એ જણાવ્યું હતું કે ભારજ નદી ઉપરના નવા બ્રિજનું ટેન્ડર વહેલામાં વહેલી તકે થાય તથા ડાઈવર્ઝન તાત્કાલિક બને તે માટે હૈયા ધારણા આપી હતી. અને ટેન્ડર વહેલું બહાર પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું. )