દાઉદી વોહરા સમાજ દ્વારા ઇદે મિલાદ નિમિત્તે જુલૂસ કાઢી ઉજવણી કરવામાં આવી
દાઉદી વોહરા સમાજ દ્વારા ઇદે મિલાદ નિમિત્તે જુલૂસ કાઢી ઉજવણી કરવામાં આવી
છોટાઉદેપુર નગરના દાઉદી વ્હોરા સમાજ જનો દ્વારા ઈદે મિલાદની ઉજવણી અંતર્ગત ભવ્ય જુલૂસ નું આયોજન કરવામાં આવ્યું હતું ઇસ્લામ ધર્મના સંસ્થાપક હજરત મોહમ્મદ સાહેબનો જન્મ હિજરી સન 570 ના ત્રીજા માસમાં એટલે રબીઉલ અવ્વલની 12મી તારીખે અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો ત્યારથી મુસ્લિમ બિરાદરો દ્વારા તેઓના જન્મદિનને ઈદે મિલાદુન્નબી તરીકે મનાવવામાં આવે છે. ઈદ નો મતલબ ખુશી અને મિલાદુ્ન્નનબી નો મતલબ નબીના જન્મ ની ખુશી એટલે તેમના જન્મદિનને ઈદે મિલાદુન્નબી તરીકે ઓળખવામાં આવે છે . ઈદે મિલાદ પર્વ નિમિત્તે છોટા ઉદેપુર નગર માં વસતા દાઉદી વ્હોરા સમાજજનો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ જુલુસમાં દાઉદી વ્હોરા સમાજના અબાલવૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા. નગરની દાઉદી વ્હોરા મસ્જિદ થી જુલૂસ સ્કાઉટ બેન્ડ સાથે નગર માં ફર્યું હતું અને દરેક સમાજ્જનો દ્વારા સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.