છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્યો અને હોદ્દેદારો ને તંત્રના અધિકારીઓ પૂરતી માહિતી આપતા ન હોય જે બાબતે કોંગ્રેસ નું જિલ્લા કલેકટર ને આવેદન
છોટા ઉદેપુર જિલ્લા ના સાંસદ, ધારાસભ્યો અને જિલ્લા તાલુકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો ને સરકારી તંત્રના અધિકારીઓ પાસે મંગાવવામાં આવતી માહિતીઓ સમયસર, યોગ્ય અને પૂરેપૂરી આપવામાં આવતી નથી જે બાબત નો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય રંગ આવી ગયો છે. આપેલ આવેદનપત્ર માં જણાવેલ છે કે છોટા ઉદેપુર સાંસદ દ્વારા કરવામાં આવેલી લેખિત ફરિયાદ કે જિલ્લાના અધિકારીઓ તેઓની માંગણી મુજબ કોઈ માહિતી આપતા નથી અને આપે છે તો તે મોડી આપે છે અને તે પણ અધૂરી હોય છે તેના કારણે જિલ્લા સંકલન ની મિટિંગમાં લોકો અને તેમના વિસ્તારના પ્રશ્નો ની યોગ્ય રજૂઆત કરી શકતા નથી તે ગંભીર બાબત છે. જો સૌથી મોટા પદાધિકારી ચૌદ તાલુકામાં વિસ્તરેલી લોકસભાના સાંસદ ને જ જો અધિકારી ગાંઠતા ન હોય તો અન્ય નાના હોદ્દેદાર અને પદાધિકારીઓ તથા સામાન્ય વ્યક્તિની હાલત ખૂબ ગંભીર હશે.
ઉલ્લેખનીય છેકે છોટા ઉદેપુર સાંસદ જશુભાઇ રાઠવા એ એક દિવસ પહેલા તા. ૯-૯-૨૪ નાં કરેલ ફરિયાદ માં જિલ્લા ના ૩ હજાર કરતાં વધારે નાગરિકો એ સહીઓ સાથે નું આવેદનપત્ર કલેકટર કચેરી ના માધ્યમથી રાજ્યના મુખ્ય મંત્રી ને આપેલ છે તેમાં પ્રશ્નોની રજૂઆત કરી હતી તે પ્રશ્નોના કારણે જિલ્લાના લોકો ખુબજ પરેશાની ભોગવી રહ્યા છે તેમ આવેદનપત્ર માં જણાવ્યું છે.
છોટા ઉદેપુર લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા એ જણાવ્યું હતું કે મારો જે લેટર છે તેનો કોંગ્રેસે પૂરેપૂરો અભ્યાસ નથી કર્યો. અધિકારીઓ કામ નથી કરતા કે નથી ગાંઠતા એવો કોઈ આક્ષેપ નથી. કલેકટર સમક્ષ અમારી એવી વિનંતી છે કે અમે જે સંકલન સમિતિની મિટિંગમાં જે પ્રશ્નો કરીએ છીએ તેનો સમયસર અમોને બે દિવસ પહેલા જવાબ મળી જાય તો અમે એ જવાબનો અભ્યાસ કરીએ અને સમય નો બચાવ કરીએ તેમ લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા એ જણાવ્યું હતું.
( પ્રજાની સમસ્યાઓ ના વિવિધ મુદ્દે કામગીરી વહેલી થાય તે બાબતે તા.૨૧-૦૯-૨૦૨૪ ના રોજ જિલ્લા સંકલન સમિતિમાં સમસ્યા લક્ષી પ્રશ્નો અંગે સાંસદ જશુ રાઠવાએ કલેકટર ને રજૂઆત કરી હતી. જેમા માર્ગ મકાન ના અમુક પ્રજાને સ્પર્શતા પ્રશ્નો અને જિલ્લા ખેતીવાડી વિભાગના પ્રશ્નોનો ઉલ્લેખ વાયરલ પત્રમાં કરવામાં આવ્યો હતો. )