છોટાઉદેપુર જિલ્લાની મામલતદાર કચેરીઓમાં પ્રજાએ લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો
લાઈનમાં ઊભા રહે થાકી જતાં નીચે બેસતા લાભાર્થીઓ ઘણાને નિંદ્રા પણ આવી જાય છે
છોટાઉદેપુર જિલ્લામાં આવેલી પુરવઠાને લગતી કામગીરી બાબતે આઠ આઠ દિવસથી ધક્કા ખાતા ગરીબ આદિવાસીઓ તોબા પોકારી ગયા
છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં આવેલી પુરવઠા મામલતદાર કચેરીઓમાં ઇ કેવાયસીની કામગીરી ચાલતી હોય જેમાં ઘણાને નામ સુધારવાના હોય તથા અન્ય કામગીરી હોય જેના માટે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી ગરીબ આદિવાસી પ્રજા આવતી હોય છે. આ કામગીરી પુરવઠા વિભાગની હોય પરંતુ સર્વર ડાઉન થતાં અથવા નેટની સ્પીડ યોગ્ય ન આવતા પ્રજાએ લાઈનો પાડવાનો વારો આવ્યો છે. કોઈપણ કામ ઝડપથી થતું નથી. અને આઠ આઠ દિવસથી ગરીબ આદિવાસી ધક્કા ખાય છે. જે બાબતે ઉચ્ચ કક્ષાએથી તંત્રએ કંઈક વિચારવું જોઈએ
અત્રે ઉલ્લેખનીય છે કે રેશનકાર્ડ ધારક જેઓને અનાજ મળતું ન હોય તેઓને ઇ કેવાયસી કરાવવું ફરજિયાત હોય જેના કારણે ગામે ગામથી ગરીબ આદિવાસી પ્રજા આવતી હોય છે. પરંતુ યોગ્ય સમયે કામ થતા નથી. અને વારંવાર દરેક તાલુકાના મુખ્ય મથક ઉપર ગરીબોએ આવવું પડે છે. જેના કારણે સમયનો બગાડ થાય છે. અને નાણા નો પણ વ્યય થાય છે. જે અતિ ગરીબ અને સામાન્ય વ્યક્તિને પોસાય તેમ નથી.