છોટાઉદેપુરના પાદરવાટ તથા દેવળીયા માં અજગર નું રેસ્ક્યું કરતા વન વિભાગના કર્મચારીઓ
છોટાઉદેપુરના પાદરવાટ તથા દેવળીયા માં અજગર નું રેસ્ક્યું કરતા વન વિભાગના કર્મચારીઓ
હાલ ચોમાસા ની ઋતુ ચાલતી હોય વરસાદ નાં કારણે સાપ, અજગર જેવા સરીસૃપ પ્રાણી ગ્રામ્ય વિસ્તારોમાં ઘર અને ખેતરો માં આવી જતાં હોય છે. આજરોજ રાત્રિના એક કલાકે પાદરવાંટ ગામે ટેકરા ફળિયા માં રહેતા લાલુભાઈ ઇશ્વર ભાઈ રાઠવા ના ઘરમાં બહુ મોટો અજગર ઘરમાં ભરાઈ ગયો હતો. ગામના જાગૃત નાગરિક વન વિભાગ ને જાણ કરવામાં આવતા છોટાઉદેપુર વન વિભાગ નો સ્ટાફ ફોરેસ્ટર વાય. જી. બારીયા , બીટગાર્ડ અંકિતભાઈ બારિયા અને વિક્રમભાઈ તેઓ ચાલુ વરસાદમાં તેમના ઘરે પહોંચી 9 ફૂટ લાંબા અજગરને પકડી આવ્યો હતો જ્યારે દેવળીયા ગામે કરશન ભાઇ રાઠવા ના ઘરે થી 6 ફૂટ લાંબા અજગર નુ વન વિભાગના રોજમદર બકા ભાઇ રાઠવા અને શંકરભાઇ રાઠવા રેસ્કયુ કર્યું હતું . વન વિભાગ છોટાઉદેપુર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં નાના-મોટા સરીસૃપનો રેસ્ક્યુ ની કામગીરી કરવામાં આવે છે. આવા કોઈ સરીસૃપ અને વન્ય પ્રાણી જોવા મળે તો ફોરેસ્ટર છોટાઉદેપુર જણાવવામાં આવ્યું હતું.