છોટા ઉદેપુર
*લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા સહિત આગેવાનોએ છોટાઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ નવરાત્રી મહોત્સવમાં પાંચમા નોરતે મહા આરતીનો લહાવો લીધો હતો. *
લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા સહિત આગેવાનોએ છોટાઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ નવરાત્રી મહોત્સવમાં પાંચમા નોરતે મહા આરતીનો લહાવો લીધો હતો.
છોટા ઉદેપુર નગરના લાયબ્રેરી રોડ ખાતે નવરાત્રી ગરબા મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસ થી જ નગરનું યુવાધન ગરબા અને રાસ રમી આનંદિત જોવા મળી રહ્યા છે. આજરોજ નવરાત્રિના પાંચમા નોરતે મહા આરતી માં લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, એ પી એમ સી છોટા ઉદેપુર ના ચેરમેન મુકેશભાઈ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ કાળુભાઇ સહિત નગરના આગેવાનોએ ઉપસ્થિત રહી આરતી નો લહાવો લીધો હતો. શક્તિ સ્વરૂપા માં જગદંબા ની આરાધના પર્વ નવરાત્રી મહોત્સવ માં નગરના માઈ ભક્તો આબાલ વૃદ્ધ સૌ ભાગ લઈ રહ્યા છે. મોડી રાત સુધી ચાલતા ગરબા માં નગરનું યુવાધન હિલોળે ચડ્યું છે.