*છોટાઉદેપુર તાલુકાના ડુંગર ભીત ગામે કૂવામાં માદા દીપડી પડી*
વન વિભાગ દ્વારા રેસ્કયું કરી માદા દીપડીને પાંજરે પુરી બહાર કાઢવામાં આવી
છોટા ઉદેપુર તાલુકાના ડુંગર ભીત ગામે આજરોજ વહેલી સવારમાં હિંમતભાઈ ટેબલાભાઈ રાઠવાનો કૂવો જગલ નજીક આવેલ હોય જે કૂવામાં દીપડી કૂદી પડી હતો જેની જાણ ડુંગર ભીત ગામના સરપંચ દ્વારા વન વિભાગ ને કરવામાં આવી હતી જે વન વિભાગ ની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી કૂવામાં પડેલી માદા દીપડીનું રેસક્યું કરી સલામત રીતે બહાર કાઢી લેવામાંઆવી હતી . અચાનક દીપડી કૂવામાં ખાબકતા આસપાસના રહીશો અને ગ્રામજનો માં ભય નો માહોલ જોવા મળતો હતો પરતું કૂવામાં ખાબકેલી માદા દીપડીને સલામત બહાર કાઢી પાંજરે પૂરતા પ્રજાએ રાહતનો શ્વાસ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે ડુંગર ભીત ગામે કૂવામાં પડેલ માદા દીપડીને બહાર કાઢવા માટે વન વિભાગ ની ટીમે તાત્કાલિક કામગીરી શરૂ કરી દીધી હોય જેમાં રેંજ સ્ટાફ વનપાલ કે કે દેસાઈ અને વાય જી બારીયા, આર ડી બારીયા સહિતના સ્ટાફે રેસ્કયુ ની કામગીરી હાથ ધરી માદા દીપડીને કૂવામાં પાંજરું ઉતારી રેસક્યુ કરી છોટા ઉદેપુર નાયબ વન સંરક્ષક વી એમ દેસાઈ અને મદદનીશ કે એમ બારીયા ની સૂચના મુજબ છોટા ઉદેપુર ફતેપુરા નર્સરી ખાતે લાવવામાં આવી હતી અને વેટરનરી ડોક્ટર દ્વારા તપાસ કર્યા બાદ વન વિસ્તારમાં સલામત રીતે છોડવામાં આવશે તેમ આર એફ ઓ નિરંજન રાઠવા દ્વારા જાણવા મળ્યું હતું.