*આજે દેવ ઉઠી એકાદશી થી માંગલિક કાર્યની શરૂઆત થશે*
*આજે દેવ ઉઠી એકાદશી થી માંગલિક કાર્યની શરૂઆત થશે*
એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત વ્રત છે દેવશયની એકાદશી થી દેવ ઉઠી એકાદશી સુધી ચાતુર્માસ હોય છે અને ચાતુર્માસ દરમ્યાન ભગવાન વિષ્ણુનોવાસ પાતાળ લોકમાં હોય છે અને ચાતુર્માસ પૂર્ણ થતા દેવ ઉઠી એકાદશી થી ભગવાન વિષ્ણુનો વાસ પૃથ્વી લોક પર હોવાથી દેવ ઉઠી એકાદશીનું ખૂબ જ મહત્વ છે એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત વ્રત છે વર્ષમાં 24 એકાદશી આવે છે પ્રત્યેક મહિનામાં બે એકાદશી હોય છે જેમાં કારતક સુદ એકાદશીને દેવ ઉઠીએ એકાદશી કહેવાય છે
.
દેવ ઉઠી એકાદશી થી માંગલિક કાર્યની શરૂઆત થાય છે લગ્ન ઈત્યાદિ શુભકર્મો નો આરંભ થશે ખાસ કરીને એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદી કરી ભગવાન વિષ્ણુનું પૂજન અર્ચન કરવું જોઈએ ખાસ કરીને ભગવાન વિષ્ણુને 1008 તુલસીદલ અર્પણ કરવા વિશેષ લાભકારી છે જો ૧૦૦૮ તુલસીદલ અર્પણ ન કરી શકાય તો 108 તુલસીદલ પણ અર્પણ કરવા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલી તુલસી દલ અર્પણ કરવા સાથે આ જ મંત્રની એક એક માળા કરવી ખાસ કરીને આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા વિદ્વાન બ્રાહ્મણો જોડે કરાવવા ગાયને ગૌ ગ્રાસ ખવડાવો એ વિશેષ લાભકારી છે
આજના દિવસે સુકી તુલસીની પાતળી દંડીઓનો દીવો ભગવાન વિષ્ણુને કરવો જોઈએ જે કરવાથી ઘરમાં સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય છે જે ઘરમાં ધરિદ્રતા છે તે ઘરની દરિદ્રતા દૂર થાય છે જે મનુષ્યને સંતાન સંબંધી પીડા હોય બાધા હોય ઉપદ્રવ હોય ઘરમાં ચિંતા હોય વ્યાપારમાં જ નુકસાન થતું હોય તે દરેક મનુષ્યએ આજના દિવસે ખાસ કરી ને તુલસી માતા અને શાલિગ્રામ ભગવાન ને દીવો કરવો પીપલના વૃક્ષ પર કાળા તલ દૂધ અને જળ અર્પણ કરવું જોઈએ સાથે અત્તર પણ અર્પણ કરવું જોઈએ પીપળાની સાત પ્રદક્ષણા ફરી લક્ષ્મીનારાયણનું સ્મરણ કરી પ્રાર્થના કરવી લાભકારી રહે
*જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોશી*