પંચમહાલ,
રવિવાર :-જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલ સરકારી આઇ.ટી.આઇ.,કાલોલ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં કુલ ૧૦૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
આ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં પંચમહાલ જિલ્લાની કુલ ૧૧ જેટલી નોકરીદાતા કંપનીઓ દ્વારા ૨૦૦ જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ ભરતી મેળામાં જિલ્લા રોજગાર અધિકારીશ્રી વી.કે.ડામોર, સરકારી આઇ.ટી.આઇ,કાલોલના આચાર્યશ્રી, એપ્રેન્ટિસ એડવાઇઝરશ્રી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર પ્રશાંત રાણા દ્વારા ઉમેદવારોને પીએમ ઇન્ટર્નશીપ યોજનાની માહિતી અને રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં વિવિધ લાયકાત અને કૌશલ ધરાવતા ૧૫૦ જેટલાં હાજર ઉમેદવારો પૈકી ૧૦૯ ઉમેદવારોની ૧૧ નોકરીદાતાઓ દ્વારા સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.