છોટાઉદેપુર તાલુકાના ચોકડી અને બોપા વચ્ચે બનાવેલ સ્લેબ ડ્રેઇનની ખસ્તા હાલત
બનાવેલ જુના આર સી સી ના રોડ ઉપર સળિયા બહાર આવી ગયા છે જ્યારે વાહન ચાલકોને અકસ્માતનો ભય જ્યારે 9 જેટલા ગામોને અકસ્માત નો ડર સતાવી રહ્યો છે
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર અને છોટાઉદેપુર ને જોડતા નવ જેટલા ગામો નો વાહન વ્યવહાર ચોકડી અને બોપા ગામ વચ્ચે આવેલા રસ્તા ઉપરથી પણ થતો હોય જે વાહન વ્યવહાર દરમિયાન વાહન ચાલકોને રસ્તા ઉપર વાહન કેમ ચલાવવા તેનો ડર સતાવી રહ્યો છે ચોકડી અને બોપા ગામ વચ્ચે આવેલ સ્લેબ ડ્રેઇન ઉપર આરસીસી રોડના સળિયા બહાર આવી ગયા છે જે સળિયા જોતા એમ લાગી રહ્યું છે કે આ સળિયા ચાલતા વાહન ના ટાયરો સહિત વાહનને પણ નુકસાન કરે સાથે સાથે દ્વિચક્રી વાહન ચાલક ને ગંભીર ઇજાઓ પહોંચાડે તેવી શક્યતાઓ રહેલી છે જ્યારે પ્રજાની માંગ ઉઠી છે કે આ ઉપસીને બહાર આવી ગયેલા સળિયા ઉપર સિમેન્ટ પાથરવામાં આવી જાય તો અકસ્માતની શક્યતાઓ ઘટી જાય તેમ છે
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના ચોકડી, વાવડી, ગદડા, કલારાણી, બોરદા, અમરોલી, ઝાબ, પાણીબાર, સાઢલી, અને ઘોડિયાળી ગામના રહીશો સદર રસ્તા ઉપર થી પસાર થતા હોય છે જ્યારે સરકાર પ્રજાના હિત અર્થે અને વિકાસ માટે આંધળો ખર્ચ કરે છે અને પ્રજાને મળતી સુખ સુવિધાઓ નું ધ્યાન રાખે છે જે ખૂબ સારી બાબત છે પરંતુ આ ચોકડી અને બોપા ગામ વચ્ચે બનાવવામાં આવેલ આરસીસી રોડના સળિયા બહાર આવી ગયા છે તેની પણ કાળજી લેવામાં આવે તે ખૂબ જરૂરી છે. તસવીરમાં જોતા સળિયા બહાર ઉપસીને સીધા રસ્તા ઉપર લાકડીની જેમ થઈ ગયા છે અંધારામાં આવતો વાહન ચાલક ને જો ધ્યાન ન રહે તો ભારે ઇજાઓ થઈ શકે અને વાહનને પણ નુકસાન થઈ શકે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. શુ આ રસ્તે કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદારી કોણ લેશે એ ગંભીર પ્રશ્ન થઈ પડ્યો છે. આવેલા સ્લેબ ડ્રેઇન અને આર સી સી રોડ ઉપર રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
( હારવાંટ જૂથ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રમેશભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે ચોકડી થી બોપા ગામ વચ્ચે બનાવવામાં આવેલ સ્લેબ ડ્રેઇન ઉપર રસ્તા ભારે ખરાબ થઈ ગયા છે આ આરસીસી રસ્તાના સળિયા બહાર નીકળી ઉભા થઈ ગયેલા જોવા મળે છે જે વાહનચાલકો માટે ભારે મુસીબત સમાન છે અજાણ્યો વાહન આવતું હોય અને વાહન ચાલક જો ધ્યાન ના પડે તો વાહન ને પણ નુકસાન થાય સાથે સાથે દ્વિચક્રી વાહન ચાલક ને પણ ઇજાઓ થાય તેવી શક્યતાઓ રહેલી છે ઘણા સમયથી અમારી માંગ છે કે આ રસ્તા રીપેરીંગ કરવામાં આવે અથવાતો નવા બનાવવામાં આવે પરંતુ ધ્યાન આપવામાં આવતું નથી રસ્તા ઉપર ઉપસી આવેલા સળિયા કોઈનો ભોગ લે તેમ લાગી રહ્યું છે તેમ જણાવ્યું હતું.)